ધારીના મોણવેલ ગામે વીજ કર્મી ઉપર હુમલાનો પ્રયાસ

અમરેલી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ગેરકાયદેસર કનેક્શન માટે વીજ ચેકીંગની ડ્રાઈવ યોજી હતી. પીજીવીસીએલના કર્મચારીઓની અલગ અલગ ટીમો દ્વારા વિવિધ ગામડામાં વીજ ચેકિંગની કામગીરી કરવામાં…

અમરેલી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ગેરકાયદેસર કનેક્શન માટે વીજ ચેકીંગની ડ્રાઈવ યોજી હતી. પીજીવીસીએલના કર્મચારીઓની અલગ અલગ ટીમો દ્વારા વિવિધ ગામડામાં વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવતી હતી, ત્યારે ધારીના મોણવેલ ગામમાં રહેણાંક મકાનમાં પીજીવીસીએલના કર્મચારી અશ્વિનભાઈ ગંગારભાઈ બાબુલ દ્વારા વીજ ચેકિંગ કરવા જતાં અહીં જગદીશભાઈ મનસુખભાઇ ઢોલરીયા, મહિલા સોનલબેન મનસુખભાઈ ઢોલરીયા બંને વ્યક્તિઓ દ્વારા વીજ કર્મચારી સાથે ગેરવર્તન કરી જેમ ફાવે તેમ ગાળો આપી લાકડાનો દંડો લઈ મારવા દોડતા વીજ કર્મચારી જીવ બચાવી ભાગ્યા હતા.

ગાળો આપી ઘરેથી નીકળી જવાનું કહ્યું હતું. સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરી બંને વ્યક્તિઓ એકબીજાને મદદ કરી ગુનો આચરતા ધારી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે. જેની પોલીસ તપાસ એ.એસ.આઈ. એસ.બી.સેયદ ચલાવી રહ્યા છે.
પીજીવીસીએલના વીજ કર્મચારી અશ્વિનભાઈ બાબુલ દ્વારા ધારી પોલીસ સ્ટેશનમાં આરોપી જગદીશભાઈ મનસુખભાઇ ઢોલરીયા, સોનલબેન મનસુખભાઈ ઢોલરીયા સામે ફરિયાદ આપતા ધારી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *