વંથલી પંથકમાં ત્રણ લોકો ઉપર હુમલો કરનાર સિંહણ પાંજરે પૂરાઇ

નરેડી ગામે તાજેતરમાં જ એક માલધારી આધેડ પર હુમલો કરનાર સિંહણ આખરે પાંજરામાં પુરાઈ છે. અવારનવાર નરેડી પંથકમાં જંગલી જાનવરો અન્ય પાલતુ જાનવર તેમજ માણસો…

નરેડી ગામે તાજેતરમાં જ એક માલધારી આધેડ પર હુમલો કરનાર સિંહણ આખરે પાંજરામાં પુરાઈ છે. અવારનવાર નરેડી પંથકમાં જંગલી જાનવરો અન્ય પાલતુ જાનવર તેમજ માણસો પર હુમલો કરે છે, તેને પગલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ હુમલાખોર સિંહણ અને દીપડાને પકડવામાં સફળતા મળી હતી. 3 વ્યક્તિને ઘાયલ કરનાર સિંહણને પકડવા પાંજરુ મૂકાયું, પણ સિંહણ ખો રમી ગઈ ને દીપડો પુરાયો.


ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીએ સમગ્ર ઘટના અંગે પ્રકાશ પાડતાં કહ્યું કે, આધેડ ઉંમરનો માલધારી વ્યક્તિ તેના ઘેટાં બકરાને લઈને ચરાવવા ગયો હતો તે દરમિયાન સિંહણે અચાનક ઘેટા પર હુમલો કર્યો હતો. તે જોઈ આધેડ માલધારીએ તેના પાલતુ જાનવરને બચાવવા તેમની વચ્ચે કુદકો માર્યો અને તેના પાલતુ પ્રાણીને બચાવવાના પ્રયાસ કર્યા. આ જોઈ સિંહણે માલધારીને તેનો શિકાર બનાવ્યો જેમાં આધેડની પીઠ પર સિંહણે પંજાના નિશાન છોડ્યા હતા. અગાઉ પણ સિંહ શિકાર કરવા જતા માલધારી વચ્ચે પડવાથી આ પ્રકારની ઘટના બની હતી. સિંહ પેટનો ખાડો પૂરવા શિકાર કરવા મથામણ કરે અને માલધારી વચ્ચે પડે છે. એવામાં એક અઠવાડિયામાં જ બે માલધારી અને એક વનકર્મી પર સિંહનો હુમલો થયો હતો. પહેલીવાર માલધારી પર સિંહણે કરેલા હુમલા બાદ વનકર્મીની ટીમ હુમલાખોર સિંહને શોધી રહ્યા હતા ત્યારે ખુંખાર બનેલા વનરાજે વનકર્મી પર હુમલો કરી દીધો હતો. અઠવાડિયાની ભારે મહેનત બાદ આખરે વનતંત્રને સિંહણને પકડવામાં સફળતા મળી છે. અંતે સિંહણ પકડાઈ જતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ તકે નરેડી ગામના પૂર્વ સરપંચ મનોજભાઈ ઠુંમરે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *