ભરચોમાસે આજી-1માં નર્મદાનીરનું આગમન

પાણીની તંગી સર્જાય તે પહેલા ભરી દેવાશે, ન્યારીડેમને પણ ભરવાનું આયોજન રાજકોટ શહેરને પુરુ પાડતો આજી-1 ડેમ ભરચોમાસે ડૂકવા લાગ્યો છે અને આગામી તા.15ઓગષ્ટ સુધી…

પાણીની તંગી સર્જાય તે પહેલા ભરી દેવાશે, ન્યારીડેમને પણ ભરવાનું આયોજન

રાજકોટ શહેરને પુરુ પાડતો આજી-1 ડેમ ભરચોમાસે ડૂકવા લાગ્યો છે અને આગામી તા.15ઓગષ્ટ સુધી ચાલે તેટલો જ જથ્થો ઉપલબ્ધ છે. બીજી તરફ નર્મદાડેમમાં પાણીની ચિક્કાર આવક હોવાથી સરકારે રાહ જોયા વગર સૌથી યોજનામાંથી રાજકોટના આજી-1ડેમમાં નર્મદાનીર ઠાલવવાનું શરૂ કરી દેતા રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર છે.

રાજકોટના આજી-1ડેમમાં આજથી જ નર્મદાનીર ઠાલવવાનું શરૂ કરાયુ છે અને પ્રથમ તબક્કામાં 150 એમ.સી.એફ.ટી પાણી ઠાલવ્યા બાદ ન્યારીડેમમાં પણ સૌની યોજનાનું પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવનાર છે.

ચાલુ વરસે ખુબ સારો વરસાદ પડવા છતા શહેરને પાણી પુરુ પાડતા આજી અને ન્યારી ડેમમાં પાણીની આવક નહીં થતા સૌની યોજના મારફત નર્મદાનીર ઠાલવવામાં આવ્યા છે. સિંચાઇ વિભાગ દ્વારા મે માસના છેલ્લા સપ્તાહમાં આજી અને ન્યારી ડેમને સૌની યોજનાથી ભરી દેવા કવાયત હાથ ધરવામાં આવી હતી અને બન્ને ડેમમાં બે સપ્તાહ સુધી પાણી ઠાલવવાનું ચાલુ રાખ્યું હતું અને 1067.73 એમસીએફટી પાણી ઠાલવ્યું હતું.
હાલનું આજી-1માં 24 ફૂટ પાણી હોય ઓવરફ્લો થવા આડે પાંચ ફૂટનું છેટું છે તેવી જ રીતે ન્યારી-1 ડેમમાં 19 ફૂટ પાણી હોય ઓવરફ્લો થવામાં 6 ફૂટનું છેટું છે.

જ્યારે ભાદર ડેમની સપાટી 24 ફૂટ આસપાસ છે. જેમાં ઓવરફ્લો થવા માટે 10 ફૂટનું છેટું છે. સામાન્ય રીતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી અને ન્યારીમાં 15 ફૂટનું લેવલ થાય તે પહેલાં સિંચાઇ વિભાગને પત્ર લખીને સૌની યોજનાના નર્મદાના નીરની માગણી કરવામાં આવે છે આથી શહેરમાં અવિરતપણે પાણી વિતરણ કરી શકાય.

ત્યારે રોજના 20 મિનિટ પાણી વિતરણ કરાતું હોય અને જો 15 ઓગસ્ટ સુધીમાં ડેમમાં વરસાદના પાણીની નોંધપાત્ર આવક ન થાય અને જો વરસાદ ખેંચાય તો આગામી સમયને ધ્યાનમાં રાખી રોજના 20 મિનિટ પાણી વિતરણ કરવું મુશ્કેલ બને તેમ છે જેને લઇ મહાનગરપાલિકા દ્વારા વરસાદ ખેંચાય ફરી નર્મદાના નીરથી ડેમ ભરવાની રજૂઆત કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *