આસીસ્ટન્ટ કમિશનર એસ.જે. ધડુક પાસેથી સેન્ટ્રલ ઝોન કાથરોટિયાને સોંપાયો

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર ડી. સુમેરા દ્વારા ત્રણ ઈન્ચાર્જ આસિસટન્ટ કમિશનરને ઝોનની ફાળવણી કરી દેવામાં આવી છે. અગાઉ આસી. કમિશનર એસ.જે. ધડુક પાસે સેન્ટ્રલ અને…

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર ડી. સુમેરા દ્વારા ત્રણ ઈન્ચાર્જ આસિસટન્ટ કમિશનરને ઝોનની ફાળવણી કરી દેવામાં આવી છે. અગાઉ આસી. કમિશનર એસ.જે. ધડુક પાસે સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનનો હવાલો હતો જેમાંથી સેન્ટ્રલ ઝોનનો હવાલો આસિ. કમિશનર બી.એલ. કાથરોટિયાને સોંપી દેવાયો છે.

મનપાની મહેકમ શાખાએ બહાર પાડેલ હુકમ મુજબ ઝોનલ નાયબ કમિશનરો દ્વારા ઝોન લેવલે થતી સુપરવિઝનની કામગીરી વધુ સારી અને અસરકારક રીતે થઈ શકે તે હેતુથી આસિ. મ્યુનિસિપલ કમિશનરઓને શાખાની કામગીરી ઉપરાંત ઝોન કક્ષાએ સંબંધિત ઝોન હેઠળના નાયબ કમિશનરોના નેજા હેઠળ ઝોનલ કક્ષાની તમામ કામગીરી-ફરિયાદોનું સુપરવિઝનની કામગીરી ઝોનલ આસી. મ્યુનિસિપલ કમિશનર તરીકે સુપ્રત કરવાનો હુકમ કરાયો છે જેમાં એસ.જે. ધડુકને ઝોનલ આસી. મ્યુનિ. કમિશનર ઈસ્ટ ઝોન, બી.એલ. કાથરોટિયાને ઝોનલ આસિ. મ્યુનિ. કમિશનર સેન્ટ્રલ ઝોન, ડી.એમ. ડોડિયાને ઝોનલ આસિ. મ્યુનિ. કમિશનર વેસ્ટ ઝોનની જવાબદારી સોંપવાનો હુકમ તુષાર ડી. સુમેરા કમિશનર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *