જામનગરમાં કોર્પોરેટર હુમલા બાદ કાલાવડ નાકા બહારનો વિસ્તાર સજ્જડ બંધ

જામનગરમાં પૂર્વ વિપક્ષી નેતા તથા આપ ના નગરસેવક અસલમ ખીલજી પર જીવલેણ હુમલા બાદ સિટી-એ ડિવિઝન અને એલસીબી ની ટુકડી દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ…

જામનગરમાં પૂર્વ વિપક્ષી નેતા તથા આપ ના નગરસેવક અસલમ ખીલજી પર જીવલેણ હુમલા બાદ સિટી-એ ડિવિઝન અને એલસીબી ની ટુકડી દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. મહાનગર પાલિકા ના પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજી પર જીવલેણ હુમલા બાદ શહેરના ખાસ કરીને કાલાવડ નાકા બહાર પટણીવાડ સહિતના વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ હતી, અને ઉપરોક્ત તમામ વિસ્તાર સજ્જડ બંધ રહ્યો હતો.

જેના કોઈ અન્ય પ્રત્યાઘાતો ન પડે તેના ભાગરૂૂપે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત જાળવીને ફૂટ પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ એન.એ. ચાવડા સહિત સર્વેલન્સ ટીમ અને એલસીબી શાખા ના પીએસઆઇ પી.એન.મોરી સહિત સ્ટાફ દ્વારા દરબારગઢ, કાલાવડ નાકા બહાર આવેલ પાંચ હાટડી વિસ્તાર, ગુજરાતીવાડ વિસ્તાર, પટણીવાડ વિસ્તાર અને વાઘેરવાડા વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ યોજી અને સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *