જામનગરમાં તિરુપતિ સોસાયટીમાંથી મહિલાનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો

જામનગરમાં તિરુપતિ સોસાયટી શેરી નંબર -3 માં એક ભાડાના મકાનમાં રહેતી સેજલબેન મહાદેવભાઇ ભરવાડ નામની 28 વર્ષની યુવતી કે જેનો ગઈકાલે રાત્રે મૃતદેહ મળી આવતાં…

જામનગરમાં તિરુપતિ સોસાયટી શેરી નંબર -3 માં એક ભાડાના મકાનમાં રહેતી સેજલબેન મહાદેવભાઇ ભરવાડ નામની 28 વર્ષની યુવતી કે જેનો ગઈકાલે રાત્રે મૃતદેહ મળી આવતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું.
બેડી મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ વી બી ચૌધરી અને તેઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, જ્યાં મહિલા ના મૃતદેહનો કબજો સંભાળી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરવામાં આવી છે. હાલ પોલીસે પ્રાથમિક તપાસમાં ગળાફાંસાના કારણે તેનું મૃત્યુ થયું હોય તેવું નોંધ્યું છે, અને મૃતદેહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. અને તેનું તબીબોની ટીમ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવાઈ રહ્યું છે. જેનો રિપોર્ટ આવી ગયા બાદ આગળની વધુ તપાસ કરવામાં આવશે.

હાલ આ બનાવમાં મહિલાની હત્યા નીપજાવાઈ હોવાની પણ વાતો વહેતી થઈ હતી, જેથી પોલીસે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સેજલબેન કે જે મૂળ અમદાવાદની રહેવાસી હોવાનું, અને અહીં હાલ કરસનભાઈ નામના એક વ્યક્તિ સાથે રહેતી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ કરસનભાઈ હાલ એકાએક ગાયબ થઈ ગયો છે, જેને પણ પોલીસ શોધી રહી છે.

ત્યારબાદ મોડી રાત્રે સેજલબેન ના પિતા, કે જેઓ અમદાવાદમાં રહે છે, તેનો પણ પોલીસે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે તેઓ તરફથી સેજલબેન બાબતે યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો.જેથી પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે, અને આ બનાવ આત્મહત્યાનો છે કે કેમ, કે કોઈ તેમાં અન્ય કોઈ કારણ છુપાયેલું છે, જે સમગ્ર બાબતમાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *