Connect with us

ગુજરાત

ઉપલેટામાં પડતર માગણી અંગે તંત્રનો ઘેરાવ કરતા આંગણવાડી વર્કરો

Published

on

ગુજરાતની એક લાખ આંગણવાડી વર્કર- હેલ્પર બહેનો ગુજરાત સરકારની તમામ યોજનાઓને ગ્રામ્ય સ્તર સુધી અમોમાં મુકવા માટે સતત કામગીરી બજાવે છે. કેન્દ્ર સરકારનો આ પ્રોજેકટ છે છતાં કેન્દ્ર સરકાર દ્વારા 2018 પછી કોઈજ માનદ વેતનમાં વધારો કરાયો નથી. તે પરત્વે એક લાખ આંગણવાડી બહેનોમાં ભારે રોષ છે. 2024ના કેન્દ્ર સરકારનાં બજેટમાં વધારો મળશે તેવી આશા તમામ બહેનોએ રાખી હતી. પરંત કેન્દ્રીય બજેટમાં વધારો જાહેર કરાયેલ નથી તે સામે પણ તમામ બહેનોમાં રોષ છે. ગુજરાત સરકાર દ્વારા 2023માં શ્રમજીવીઓના લઘુતમ વેતનમાં વધારો જાહેર કરેલ છે. જે રૂ. 49/- દૈનિક વેતન કરે છે.

આંગણવાડી વર્કર- હેલ્પરને લઘુતમ વેતન આપવુ જોઈએ. ત્રણ માસનાં આંદોલન બાદ પણ સરકારે માંગણીઓનો ઉકેલ લાવેલ નથી. ત્રણ માસના પગાર વધારા ઉપરાંત ઉકેલી શકાય તેવી માંગણીઓ પણ રજુ કરી હતી. તે પૈકી એકપણ માંગણી ઉકેલાઈ નથી. 2022 ની ચુંટણી પૂર્વે આંદોલન બાદ થયેલ સમાધાન મુજબ વચનો આપવામાં આવેલ હતા. જેવા કે : (1) નવા ફ્રેશ સારી કવોલીટીનાં મોબાઈલ આપવા (2) વર્કરમાંથી સુપરવાઈઝરમાં પ્રમોશનની 45 વર્ષની વય મર્યાદા દુર કરવી. (3) નિવૃત્તિ વય મર્યાદા 60 કરવી (4) વર્કરના વેતનનાં 75 % હેલ્પરને વેતના આપવા. (5) આઈ.સી.ડી.એસ. સિવાયની અન્ય વધારાની કામગીરી ન સોંપવી (6) આંગણવાડી વર્કરોની પ્રો. ફંડ, ઈ.એસ.આઈ., તથા પેન્શન યોજનાનો લાભ આપો. (7) આંગણવાડી વર્કરોને ભર પગારી રજા તથા માંદગીની રજામાં વધારો કરવા સહીતની રજૂઆતો કરાઈ હતી જે વચનો પુરા કરાયેલ નથી. સતત રજઆતો કરાયેલ છતાં આપના દ્વારા સંગઠન સાથે બેઠક યોજવામાં આવેલ નથી. જેથી 10 મી ગુજરાત આંગણવાડી સંગન ગુજરાત (AIFAWH.CT જૂલાઈ 2024 ના રોજ રાષ્ટ્રવ્યાપી માંગ દિવસ દ્વારા પણ વિનંતિ કરી હતી કે અમારી આ પડતર માંગણીનો ઉકેલ લાવવામાં આવે તથા અધિકારી તથા મંત્રી કક્ષાની બેઠક યોજવામાં આવે તેવી વિનંતિ છે.

તાત્કાલીક ખાસ ધ્યાન આપી ત્વરીત ઉકેલ લાવવા – (1) તમામ જીલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રોનાં મકાનભાડા, મસાલાના બીલો, ગેસના બાટલાના પૈસા, ક્ધટીજન્સી, ફલેકસી ફંડ વિગેરેનાં ચુકવણા સમયસમર નિયમિત કરવામાં આવતા નથી અને તે બાબતે મોટો ભ્રષ્ટાચાર થયો છે. તેના માટે ચોકકસ વ્યવસ્થા ફોલોઅપ મોનીટરીંગ સાથેની ગોઠવવામાં આવે (2) સરકાર તમામ કામ ડીઝીટલ કરાવે છે. પરંતુ સરકારે આપેલ મોબાઈલ બંધ છે. બહેનો સરકારની આબરૂૂ બચાવવા પોતાના અંગત મોબાઈલ થી કામ કરતી હોવા છતાં મોટા ભાગનાં જીલ્લાઓમાં મોબાઈલ ઈન્સેટીવના બીલો ચુકવવામાં આવ્યા નથી. બીજા જીલ્લાઓમાં બીલકુલ ચુકવણું થયેલ નથી. ગ્રાન્ટ નથી તેમ જણાવવામાં આવે છે. (3) દાહોદ જીલ્લામાં પોષણ સધાનાં બીલો ચુકવાતા નથી. ઓડીટના નામે ધમકાવીને બેફામ લંટ ચલાવી વર્કર પાસે પૈસા લેવામાં આવે છે. (4) સપ્રીમ કોર્ટનો હુકમ અને જીલ્લાઓમાં લેબર કોર્ટનો હકમ થયેલ ગ્રેચ્યુઈટીનાં કેસોમાં ગ્રેચ્યુઈટીની રકમ ચુકવવામાં આવી નથી. (5) બાળકોના પોષણક્ષમ આહાર માટે ખરીદવામાં આવતા મસાલા, ગોળ, શાકભાજી, ચણા, દાળ વિગેરેનાં જુના ભાવ પોષાતા ન હોય, બજાર ભાવ પ્રમાણે બીલ ચુકવણા કરવામાં આવે. (6) દિવાળી બોનસ આપવામાં આવે. (7) વર્ષ 2022 ના સમાધાન સમયે વચન અપાયેલ હતું તે રોજીદી કામગીરી માટે સારી કવોલીટીનાં તથા ટોચની કંપનીનાં નવા મોબાઈલ અથવા તેથી રકમ વર્કરના ખાતામાં જમા કરાવવામાં આવે. (8) યુનિફોર્મ અપાયા પરંતુ બ્લાઉઝની સિલાઈ હજુ સુધી આપવામાં આવેલ નથી તે રૂૂા. 75/- અપાતા હતા તેમાં વધારો કરી રૂ. 300/- મુજબ ચાર યુનિફોર્મનાં સિલાઈનાં રૂ. 1200/- લેખે આપવામાં આવે. ઉપરોકત અમારી માંગણીઓ ઉપર તાત્કાલીક ધ્યાન આપી વહેલી તકે ઉકેલ લાવવા માંગણી કરીએ છીએ. તેમજ રજૂઆત માટે સમય ફાળવવા તથા મંત્રી તથા અધિકારી કક્ષાની બેઠક યોજવામાં આવે.

ગુજરાત

અંકલેશ્વરથી ભરૂચ આવતી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, સળગતા ડબ્બામાંથી પેસેન્જરોને અધવચ્ચે ઉતાર્યા

Published

on

By

મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી છે. મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં અંકલેશ્વરથી ભરૂચ આવતા જૂના બોરભાઠા નજીક આગ લાગી હતી. આ ઘટનાને લઇને પેસેન્જરોને ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા ડબ્બામાં પેસેન્જરોને બેસાડવામાં આવ્યા હતા. બાદમાં ટ્રેનને ભરૂચ સ્ટેશન પર લાવવામાં આવી હતી. જ્યાં ફાયર વિભાગે આગ કર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં આગ લાગતાં અફરાતફરી સર્જાય હતી. અંકલેશ્વરથી ભરુચ તરફ આવી રહેલી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં સિલ્વર બ્રિજ પહેલાં આગ ફાટી નીકળી હતી. જેના પગલે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આગના પગલે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

Continue Reading

ગુજરાત

દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિરનું શિલ્પ સ્થાપત્ય જાળવણીના અભાવે જીર્ણ હાલતમાં

Published

on

By

  સુવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરની સાથોસાથ તેમના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિર પણ પૌરાણિક મહત્તા ધરાવતું હોય, ભારતના રક્ષિત સ્મારકોમાં તે સમાવિષ્ટ છે. અહીં આવેલા મંદિરમાં અદભૂત શિલ્પ સ્થાપત્ય જોવા મળતું હોવાથી યાત્રાળુઓની સાથોસાથ દર વર્ષે મોટી સંખ્યામાં શિલ્પકલા પ્રેમીઓ પણ આ મંદિરના અનન્ય શિલ્પ સ્થાપત્ય નિહાળી અભિભૂત થતા હોય છે.

  કમનસીબે અહીં દરિયાઈ ખારાશવાળા વિસ્તારમાં હોવાના લીધે તેમજ અપૂરતી જાળવણીને લીધે આ મંદિરની કોતરણીમાં કંડારાયેલા શિલ્પ સ્થાપત્યનો ખજાનો પત્થરો ખવાઈ જવાના કારણે જીર્ણ થતો જાય છે. આ અમૂલ્ય ધરોહરની જાળવણી અંગે સબંધિત તંત્ર દ્વારા તાકીદે નક્કર પગલા લેવાય તેવી કલાપ્રેમીઓની માંગ છે.
Continue Reading

ક્રાઇમ

ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે

Published

on

By

  • ચાર શખ્સો ઝબ્બે: એલસીબી પોલીસની કાર્યવાહી –


ખંભાળિયા પંથકમાં એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ અને દિનેશભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર લાલપુર રોડ પરથી ગતરાત્રે જામનગરના દરેડ વિસ્તારમાં રહેતા ભરત દેવાયત કરમુર (ઉ. 22), કલ્યાણપુરના વીરપર ગામના કાર્તિક દેવાણંદ ચાવડા (ઉ. 20), કરણ વીરાભાઈ સોલંકી (ઉ. 20) અને જામનગરમાં પ્રણામી ટાઉનશિપ ખાતે રહેતા વિજય કેશુર ગોજીયા (ઉ. 20) નામના ચાર શખ્સોને જી.જે. 10 ડી.જે. 1118 નંબરની એક્સ.યુ.વી. કારમાંથી વેચાણ અર્થે લઈ આવેલા વિદેશી દારૂની 42 બોટલ સાથે ઝડપી લીધા હતા.

આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 15,372 ની કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 42 બોટલ તેમજ રૂપિયા ત્રણ લાખની કિંમતની મોટરકાર સાથે સહી કુલ રૂપિયા 3,15,372 નો મુદ્દામાલ કબજે કરી, તમામની વિધિવત રીતે અટકાયત કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, આકાશ બારસિયા, પી.જે. ખાંટ, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. સજુભા જાડેજા, ભરતભાઈ ચાવડા, ડાડુભાઈ જોગલ, દિનેશભાઈ માડમ, પ્રવીણભાઈ માડમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
Continue Reading
ગુજરાત10 hours ago

અંકલેશ્વરથી ભરૂચ આવતી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, સળગતા ડબ્બામાંથી પેસેન્જરોને અધવચ્ચે ઉતાર્યા

રાષ્ટ્રીય10 hours ago

દેશદ્રોહી કહેવા પર CM એકનાથ શિંદે થયાં લાલધૂમ, કાફલાને રોકીને કોંગ્રેસ નેતાની ઓફિસે પહોંચ્યા, આપી આ સલાહ

રાષ્ટ્રીય11 hours ago

શિયાળાની ઋતુમાં મોજાં પહેરીને સૂવું ખતરનાક બની શકે છે,જાણો નિષ્ણાંતો પાસેથી

રાષ્ટ્રીય11 hours ago

‘ખડગે એ નથી કહેતાં કે તેમનું ઘર કોણે સળગાવ્યું..’, સીએમ યોગીએ કોંગ્રેસ અધ્યક્ષ પર સાધ્યું નિશાન

રાષ્ટ્રીય11 hours ago

માર્ગ અકસ્માતમાં 80 ટકા મૃત્યુ માટે ડ્રાઇવર જવાબદાર

ગુજરાત11 hours ago

દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિરનું શિલ્પ સ્થાપત્ય જાળવણીના અભાવે જીર્ણ હાલતમાં

ક્રાઇમ11 hours ago

ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે

રાષ્ટ્રીય11 hours ago

ભાજપના ‘બટેંગે તો કટેંગે’ સૂત્ર આતંકીઓની ભાષા: ખડગે

રાષ્ટ્રીય11 hours ago

સોનામાં 1500, ચાંદીમાં 2500, સેન્સેકસમાં 820 અંકનો કડાકો

આંતરરાષ્ટ્રીય11 hours ago

શેરબજાર માટે ટ્રમ્પ વિલન સાબિત, સતત ઘટાડો

ધાર્મિક18 hours ago

આજે દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓનું કરો દાન, ક્યારેય નહીં થાય ધનની કમી

ગુજરાત17 hours ago

વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, બેનાં મોત

ક્રાઇમ11 hours ago

ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે

ગુજરાત12 hours ago

સહકાર પેનલના 10 ઉમેદવારની ડબલ મેમ્બરશિપ છતાં ફોર્મ માન્ય

ક્રાઇમ12 hours ago

Ph.Dના ફી વધારા સામે કુલપતિના ટેબલ પર નકલી નોટો ફેંકાઇ

ગુજરાત11 hours ago

ગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશ

ગુજરાત11 hours ago

આધેડનો કમળપૂજાનો પ્રયાસ

ગુજરાત11 hours ago

1100 કરોડના કોન્ટ્રાક્ટ મુદ્દે સ્ટે. ચેરમેન-નેહલ વચ્ચે સટાસટી

ગુજરાત11 hours ago

હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ 4નાં મોત

રાષ્ટ્રીય2 days ago

જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, 3 ઘાયલ

Trending