નણંદના ઘરે પ્રસંગમાં આવેલા જીવાપરના વૃધ્ધાને ખોખડદળ પાસે કારે ઠોકરે લેતા મોત

કોઠારીયા અને ખોખડદળ ચોકડી વચ્ચે ચાલીને જઈ રહેલા જીવાપર ગામના વૃધ્ધા કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. વધુ વિગતો મુજબ જસદણના…

કોઠારીયા અને ખોખડદળ ચોકડી વચ્ચે ચાલીને જઈ રહેલા જીવાપર ગામના વૃધ્ધા કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે.

વધુ વિગતો મુજબ જસદણના જીવાપર ગામે રહેતાં નીમુબેન ધીરૂૂભાઇ રાઠોડ (ઉ.વ.60) ગઇકાલે સવારે સાડા દસેક વાગ્યે રાજકોટમાં કોઠારીયા અને ખોખડદળ વચ્ચેના રસ્તા પર ચાલીને જઇ રહ્યા હતાં ત્યારે કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે નીમુબેન રાજકોટમાં રહેતા તેમના નણંદના ઘરે પ્રસંગમાં આવ્યા હતા અને તેમને સંતાનમાં બે દીકરા છે તેમજ તેમના પતિ મજૂરી કામ કરે છે.

બીજા બનાવમાં મોરબી રોડ પરના સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રહેતાં શાંતાબેન બાબુલાલ ખાંટ (ઉ.વ.82)ને કાલાવડના આણંદપર ગામે આર. એસ. શાહ આયુર્વેદીક હોસ્પિટલમાં દાખલ કરાયા હોઇ ત્યાંથી બેભાન હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાલાવડ તાલુકા પોલીસને જાણ કરી હતી. બિમારીથી મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *