હાઇવે પર અકસ્માત નોતરતા ગેરકાયદે મીડિયમ ગેપ તોડવાની ઘટનામાં શખ્સોને પકડ્યા સીસીટીવી લગાવવા પોલીસ કમિશનરની સૂચના
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ટ્રાફિક પોલીસ તેમજ આર.ટી.ઓ. દ્વારા નંબર પ્લેટ વગરની કે બ્લેક ફિલ્મ લગાડનાર વાહન ચાલકો વિરુદ્ધ માત્ર દંડનીય કામગીરી જ નહીં, પરંતુ તેઓની કોઈ ગુનાહિત હિસ્ટ્રી છે કે નહીં તે પણ ચકાસવા પોલીસ અધિકારીઓને કમિશનર શ્રીએ સૂચના આપી હતી.
બેઠકમાં પોલીસ કમિશનરએ ખાસ કરીને માધાપર ચોકડી, બેડી ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી સહિતના ઝોનમાં લેફ્ટ ટર્ન સ્મૂધ બનવવા રોડ સમથળ કરવાની કામગીરી સતત ચાલુ રાખવા પણ હાઇવે ઓથોરિટીને ટકોર કરી હતી. વધુમાં હાઇવે પર વાહન અકસ્માત માટે કારણભૂત ગેરકાયદે મીડિયમ ગેપ તોડવાની ઘટનાઓ બનતી રહેતી હોઈ તેવા ઈસમોને પકડવા માટે સી.સી.ટી.વી. કેમેરા સેટઅપ લગાવવા સંબંધિત એજન્સીના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. શહેરમાં ચાર રસ્તા પર, શાળા આસપાસ ટ્રાફિકને અડચણરૂૂપ વાહન ચાલકો વિરુદ્ધ કામગીરી સઘન કરવા અને એસ.ટી. વિભાગ તેમજ મહાનગરપાલિકાના ડ્રાઈવરની આંખની નિયમિત તપાસ થવી જોઈએ તેમ પણ બ્રજેશ કુમારે સૂચન કર્યું હતું. ટ્રાફિફ પોલીસ વિભાગ તેમજ આર.ટી.ઓ. દ્વારા માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત જાન્યુઆરી માસમાં શાળા કોલેજમાં રોડ સેફટી જનજાગૃતિ કાર્યક્રમ, માર્ગ સલામતી રેલી, પેમ્ફલેટ વિતરણ, વાહનોમાં રેડિયમ પટ્ટી, રીફ્લેક્ટર લગાડવા, આઈ ચેકઅપ કેમ્પ સહિતના કાર્યક્રમોની વિગત પૂરી પાડી હતી.
જેમાં. બેઠકમાં મહાનગરપાલિકા દ્વારા સ્પીડ લિમિટના સાઈનેજીસની કામગીરી સહીત દબાણ હટાવ, ટ્રાફિક સિગ્નલ રી-ઈન્સ્ટોલેશન સહિતની કામગીરીની માહિતી પુરી પાડવામાં આવી હતી. આ તકે અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા,, ટ્રાફિક એ.સી.પી., આર.ટી. ઓ.આઈ.સી.ટાંક, માર્ગ સલામતી સલાહકાર જે.વી. શાહ, નેશનલ હાઇવે ઓથોરિટી, નેશનલ હાઇવે ડિવિઝન, રૂૂડા, સ્ટેટ આર.એન્ડ.બી. સિવિલ, એસ.ટી. સહીત વિવિધ વિભાગના અધિકારીઓ, પ્રતિનિધિઓએ હાજર રહી માર્ગ સલામતી અર્થે કરવામાં આવેલી કામગીરીની માહિતી પુરી પાડી હતી.
