શહેરના આજીડેમમાં ઝંપવાલી અજાણયા યુવાને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસે દોડી જઇ મૃતદેહને બહાર કાઢી તેની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ આજે સવારે 10 વાગ્યાના અરસામાં આજીડેમે માછલીઘર પાસેથી અજાણયા યુવાન (ઉ.વ.આશરે 45)એ પાણીમાં કુંદકો મારી આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ બરાડીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડના સ્ટાફે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. જો કોઇ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસ મથકનો મો. નં.74338 14808 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
