કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળનો બનાવ, ઇજાગ્રસ્ત સગીરને સારવારમાં ખસેડાયો
શહેરની ભાગોળે નવાગામમાં રહેતો ધો.11નો છાત્ર કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ આવેલા તેના મિત્રના ઘરે હતો ત્યારે મિત્રએ આવી ‘તુ મારા ઘરે શુ કરે છે’ ? તેમ કહી સાણસી અને હથોડી વડે હુમલો કરી માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ નવાગામ હાઉસિંગ બોર્ડ કવાર્ટરમાં રહેતો સુજલ ચંદુભાઇ ચાવડા (ઉ.વ.17)નામનો સગીર આજે સવારે કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ આદીત્ય સોસાયટીમાં તેના મિત્ર અંશ ડોડીયાના ઘરે હતો ત્યારે મિત્ર અંશે સાણસી અને હથોડી વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં સુજલ ધો.11માં અભ્યાસ કરે છે. આરોપી અંશ તેનો મિત્ર છે. આજે અંશે સુજલને ફોન કરી અમારે પતિ, પત્ની વચ્ચે ઝઘડો થયો છે. તુ ઘરે આવ તેમ કહેતા સુજલ તેના ઘરે ગયો હતો. ત્યારે અંશ તેના ઘરે ન હતો બાદમાં તે ઘરે આવતા સુજલને ‘તુ મારા ઘરે શુ કરે છે’ ? તેવી શંકા કરી માર માર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
