માંડા ડુંગરમાં ઊલટી થયા બાદ ઢળી પડેલા પ્રૌઢનું બેભાન હાલતમાં મોત

રૂખડિયાપરામાં તરૂણી અને ગુલાબનગરમાં યુવાને બીમારી સબબ દમ તોડયો શહેરમાં માંડા ડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં રહેતા પ્રૌઢને ઉલ્ટી થયા બાદ બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા.…

રૂખડિયાપરામાં તરૂણી અને ગુલાબનગરમાં યુવાને બીમારી સબબ દમ તોડયો

શહેરમાં માંડા ડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં રહેતા પ્રૌઢને ઉલ્ટી થયા બાદ બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માંડા ડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં રહેતા ગબ્બરભાઇ હરીલાલ સકસેતા નામના 46 વર્ષના પ્રૌઢને વહેલી સવારે પોતાના ઘરે ઉલ્ટી થયા બાદ બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ ઉપરાંત અન્ય બનાવમાં રૂખડિયાપરામાં રહેતી શેરબાનુ સીરાજભાઇ શાહમદાર નામની 12 વર્ષની તરૂણી અને હસનવાડી મેઇન રોડ પર ગુલાબનગરમાં રહેતા જીજ્ઞેશભાઇ રમેશભાઇ દાનાણી (ઉ.વ.45) બિમારી સબબ મોત નીપજ્યુ હતું. બાળકી અને યુવકના મોતથી બંને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બિમારીથી કંટાળી વૃધ્ધે લીકવીડ પીધું
ગોંડલ રોડ પર એસ.ટી.વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નં.13માં રહેતાં નાનજીભાઈ ભીમાભાઈ પરમાર (ઉ.65) નામના વૃધ્ધે બિમારીથી કંટાળી કપડા ધોવાનું લીકવીડ પી જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *