રાજકોટમાં ઠંડી ઉડાડવા માટે બુટલેગરો દ્વારા પ્યાસીઓ સુધી દારૂ પહોંચાડવા માટે અવ નવા કિમીયાઓ કરતા હોય છે. પરંતુ સર્તક પોલીસની સામે બુટલેગરોના આવા કિમીયાઓ કારગર નિવડતા નથી ત્યારે રાજકોટ શહેરની ભાગોળે માલિયાસણ ભાવનગર બાયપાસ પર અમરગઢ ભીચરી ગામેથી પોલીસે ચેકિંગ દરમિયાન દારૂ ભરેલી કાર સાથે ધારીના શખ્સેને ઝડપી લીધો હતો. આ ગાડીમાંથી 232 બોટલ દારૂ સાથે રૂા.4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વધુ વિગતો મુજબ કુવાડવા પોલીસ મથકના પીઆઇ રજીયાની રાહબરીમાં ડી સ્ટાફના એએસઆઇ કે.વી.જાડેજા, યશપાલસિંહ જાડેજા , ભાવેશભાઇ મકવાણા, જયદીપભાઇ ધોળકીયા અને અરવિંદસિંહ ગોહીલ સહિતના સ્ટાફે માલીયાસણ ભાવનગર બાયપાસ રોડ ઉપર ખેરડી ચોકડી પાસે અમરગઢ ભીચરી ગામે જાહેરમાં ઉભેલી મારુતી સુઝીકી બેઝાકારની તપાસ કરતા તેના ચાલકની પુછપરછ કરતા તેમણે પોતાનુ નામ કેતનગીરી કાશીગીરી ગોસ્વામી (રહે.શેઠનગર પાછળ જામનગર રોડ ભોમેશ્ર્વર પ્લોટ, હાલ રહે.ખોખરા મહાદેવ, ધારી)હોવાનું જણાવ્યુ હતું અને કારની તલાશી લેતા આરોપીએ બ્રેક લાઇટમાં દારૂનો જથ્થો છૂપાવ્યો હતો. બ્રેકલાઇટમા છુપાવેલી અલગ અલગ બ્રાન્ડની રૂા.4 લાખની 232 બોટલ મળી આવી હતી. આ સાથે જ પોલીસે આરોપીની પુછપરછ શરૂ કરી છે.
