અમરેલી જિલ્લામા તસ્કરોની રંજાડ વધી રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે અમરેલી તાલુકાના બાબાપુરમા આવેલ સરકારી બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચમા તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો.
બેંકના મેનેજર નરેશભાઇ મોહનભાઇ બલાઇએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તારીખ 25ના રોજ તેઓ કલેરીકલ સ્ટાફ સાથે બ્રાંચ બંધ કરીને ઘરે જતા રહ્યાં હતા. બેંકના કામકાજ દરમિયાન થયેલ નાણાકીય વ્યવહારના રૂૂપિયા 60 લાખ મેઇન તિજોરીમા મુકયા હતા તેમજ બાજુમા ગોલ્ડ લોનનુ સોનુ હતુ તે મુકેલ હતુ.
બાદમા તારીખ 26ના રોજ સવારે તેઓ બ્રાંચ ખાતે ગયા ત્યારે બેંકના તાળા તુટયા હોવાની જાણ થઇ હતી. કોઇ તસ્કરોએ બેંકમા પ્રવેશવાના દરવાજા તેમજ સ્ટ્રોંગરૂૂમ જવાના દરવાજાના તાળા તોડયા હતા. આ ઉપરાંત તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. બનાવની વધુ તપાસ એએસઆઇ એમ.ડી.જોષી ચલાવી રહ્યાં છે.