કેનેડામાં પતિને ઢોર માર મારતા કાનનો પડદો ફાટી ગયો, બે વખત ગર્ભપાત કરાવ્યો, મામાની મદદથી ભારત પરત આવી પોલીસમાં રાવ
આધુનિક યુગમાં પણ દીકરાની ઘેલછામાં સ્ત્રીઓ પર થતા અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટની એક પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ પુત્ર પ્રાપ્તી માટે અસહ્ય ત્રાસ આપી બેંગકોકમાં બળજબરીથી આઈવીએફ કરાવી નાખ્યાના આક્ષેપ સાથેપોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે પતિ સહિતના સાસરિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર લગ્નના શરૂૂઆતના બે વર્ષ બધું જ બરાબર ચાલ્યું હતું. પરંતુ દીકરીના જન્મ બાદ સાસરી પક્ષનું વલણ બદલાયું હતું. પતિ હર્ષદ કડીવાર દ્વારા વારંવાર દીકરા માટે દબાણ કરવામાં આવતું હતું. પીડિતાએ આક્ષેપ કર્યો છે કે પતિ દ્વારા તેને ઢોર માર મારવામાં આવતો હતો, જેમાં એકવાર તેના કાનનો પડદો પણ ફાટી ગયો હતો. દીકરી હોવાના કારણે તેની મરજી વિરુદ્ધ બે વખત ગર્ભપાત કરાવવામાં આવ્યો હોવાનો પણ તેણે ઘટસ્ફોટ કર્યો છે. કેનેડામાં પણ તેની સાથે શારીરિક હિંસા ચાલુ રહી હતી. તેને દોઢ મહિના સુધી હાથ પર પાટા બાંધી રાખવા પડ્યા હતા.પીડિતાને અંધારામાં રાખી, છેલ્લી ઘડીએ બેંગકોક લઈ જઈ ત્યાં બળજબરીથી ઈંટઋ ટ્રીટમેન્ટ કરાવવામાં આવી હતી.
પીડિતાએ રડમસ અવાજે જણાવ્યું કે, તેનો પતિ તેને વારંવાર ધમકી આપતો હતો કે, “જો તું દીકરો નહીં આપે તો તને મારી નાખીશ.” સામાજિક આબરૂૂ અને દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખી અત્યાર સુધી બધું સહન કર્યું, પરંતુ જ્યારે જીવનું જોખમ દેખાયું ત્યારે તેણે પોતાના મામાની મદદથી ભારત પરત ફરવાનો નિર્ણય લીધો.
હાલમાં પીડિતાએ પોલીસમાં અરજી કરી છે અને ન્યાયની ગુહાર લગાવી છે. તેણે જણાવ્યું કે “મારે હવે તે વ્યક્તિ સાથે રહેવું નથી. મને ન્યાય જોઈએ છે અને મારા ડોક્યુમેન્ટ્સ પરત જોઈએ છે. જે હોસ્પિટલો અને ડોક્ટરો આવા ગેરકાયદેસર કૃત્યોમાં સાથ આપે છે તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.
