ભાજપના ચિન્હ પર ચૂંટણી લડવા 580 દાવેદારોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો
સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓના બ્યુગલ વાગી ચુક્યા છે રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગઈ છે જેમાં સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા મોરબી જીલ્લામાં જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત, ત્રણ નગરપાલિકા માટે સેન્સ લેવાઈ હતી.
મોરબી જીલ્લામાં સેન્સ પ્રક્રિયા અંગે જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે જીલ્લા પંચાયતની 24 બેઠક માટે 151 માળિયા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 47, ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 40, હળવદ તાલુકા પંચાયતની 20 બેઠક માટે 71, મોરબી તાલુકા પંચાયતની 26 બેઠક માટે 55 અને વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠક માટે 83 દાવેદારો નોંધાયા છે તેમજ ટંકારા નગરપાલિકાની 24 બેઠક માટે 35 અને વાંકાનેર નગરપાલિકાની 28 બેઠક માટે 98 સહીત કુલ 580 દાવેદારો નોંધાયા છે તો મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે મોડી સાંજ સુધી સેન્સ લેવાશે.
મોરબી નગરપાલિકામાં વર્ષ 2010 અને 2015 પાટીદાર આંદોલન સમયે ભાજપમાંથી ચુંટણી જીતેલા જોશ્નાબેન ભીમાણી ગત ચુંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ચુંટણી લડ્યા હતા અને હવે મોરબી મહાનગરપાલિકા બનતા ચુંટણી લડવા તેઓ સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા અને આ અંગે પ્રશ્ન પૂછતાં રાજકારણમાં આવું ચાલ્યા કરે પક્ષ પર વિશ્વાસ છે ટીકીટ આપશે અને તેઓ જીતશે તેમ જણાવ્યું હતું.
મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલાના પતિ અને યુવા મોરચાની જવાબદારી નિભાવી ચુકેલા તેમજ યુવા ઉદ્યોગપતિ જીગ્નેશભાઈ કૈલાએ વોર્ડ નં 03 મહેન્દ્રનગર ગામમાંથી દાવેદારી કરી છે હવે પક્ષ તેમને ટીકીટ આપે છે કે નહિ તે જોવું રહ્યું.
