સાધુવાસવાની રોડ અજંતા પાર્કમાં રહેતા મંથનભાઈ મનોહરભાઈ સોનાગ્રા(ઉ.35)એ પોતાની કાર તેમના મિત્ર અંકિત ચંદ્રગિરી ગોસાઈ(રહે.બંટી મકાન,દ્વારકેશ સોસાયટી,રૈયા રોડ)ને ચલાવવા આપી હોય જે ગાડી પરત નહીં આપી વિશ્વાસ ઘાત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
મંથનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,2023 ના આશરે સાતમાં મહિનામાં મારા કૌટુંબિક મામાના દિકરા નિરવભાઈ દિલિપભાઈ પાસેથી છ લાખમાં કાર ખરીદી હતી. અમો બંન્ને સગા થતા એટલે મે આ ગાડી મારા નામે કરાવેલ ન હતી.બાદ ફેબ્રુઆરી-2024 મારે પૈસાની જરૂૂર હોય જેથી મે આ કાર મારા મીત્ર દિપકભાઈ અરવિંદભાઈ ભૂપ્તા પાસે રૂૂપિયા એક લાખમાં મારી ગાડી ગીરવે રાખેલ હતી.જે સમયમા મારા એક મિત્ર અંકિત ગોસાઈ જેને ગાડી ચલાવવા જોતી હોય જેથી તેણે મને કહેલ કે તમે તમારી ગાડી ગીરવે મુકી છે જે હું આ દિપકભાઈ પાસેથી રૂૂ.1,00,000/- મા છોડાવી લઉં અને હું ચલાવીશ તેમ જણાવ્યું હતું.
જે બાદ તા.21-05-2024 ના રોજ અંકિતભાઇએ મારી ગાડી આ દિપકભાઈ પાસેથી છોડાવેલ અને આ ગાડી અંકિતભાઈએ તેની પાસે રાખેલ હતી. હુ આ અંકિત ગોસાઈ પાસેથી જરૂૂર મુજબ તેમની પાસેથી કટકે કટકે બીજા રૂૂ.30,000/- લીધેલા હતા આમ મે આ અંકિતભાઈ પાસેથી રૂૂ.30,000/- મારી અંગત જરૂૂર માટેના અને રૂૂ.1,00,000/- ગાડી છોડાવવાના એમ કુલ રૂૂ.1,30,000/- મારે તેમને આપવાના નિકળતા જેથી મે તા.28-10-2024 ના રોજ સુધી કટકે કટકે પરત આપી દીધા હતા.બાદ અંકિતે મને મારી ગાડી આશરે ચારેક મહિના પછી મને પરત આપ્યા હતા.બાદ ત્રણેક દિવસ પછી અંકિતભાઈના પત્ની શિલ્પાબેનનો ફોન આવેલ કે અંકિત અને અમારે લગ્નના કામે વાસંદા-નવસારી જઉ છે.
જેથી ગાડીની જરૂૂર છે તમે તમારી ગાડી દસ-પંદર દિવસ માટે આપો એમ કહેલ જેથી મે અંકિતભાઈ ગોસાઇને મિત્રતાને નાતે તા.11/03 ના રોજ બપોરના મારી ગાડી આપેલ હતી જે બાદ આ અંકિતભાઇને અમોએ ગાડી પાછી આપવા માટે વારંવાર ફોન કરેલ પરંતુ આજદિન સુધી તેઓએ મને મારી ગાડી પરત આપેલ નહિ.જેથી તેઓ સામે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
