શહેરમાં કાલાવડ રોડ પર આવેલા આંબેકરનગરમાં પતિ સાથે આડાસંબંધ ધરાવતી પાડોસણ સાથે ઝઘડો થતા પત્નીએ ફિનાઇલ પી લીધુ હતું. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં કાલાવડ રોડ પર આવેલા આંબેકરનગરમાં રહેતી નયનાબેન જગદીશભાઇ વાઘેલા નામની 40 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે રાત્રીના આઠ વાગ્યાના અરસામાં ફિનાઇલ પી લીધુ હતુ. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં નયનાબેનના પતિ જગદીશ વાઘેલાનુ પાડોશમાં રહેતી મહિલા સાથે આડાસંબંધ હતા. જે મુદ્દે ઝઘડો થતા નયનાબેને ફિનાઇલ પી લીધુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાત બીજા બનાવમાં રેલનગરમાં રહેતા ભગીરથસિંહ ઝાલા નામના 36 વર્ષના યુવાને ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
