જિલ્લા ગાર્ડન ચોકમાં નશાખોર યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો

શહેરના જિલ્લા ગાર્ડન ચોક નજીક નશાખોર યુવાન ઉ5ર ત્રણ શખ્સોએ પાઇપ વડે હુમલો કરી મારમારતા તેને સારવાર માટે સિવિલ હોસિેપટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે…

શહેરના જિલ્લા ગાર્ડન ચોક નજીક નશાખોર યુવાન ઉ5ર ત્રણ શખ્સોએ પાઇપ વડે હુમલો કરી મારમારતા તેને સારવાર માટે સિવિલ હોસિેપટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ જિલ્લા ગાર્ડન ચોક નજીક નવયુગ પરા શેરી નં.2માં રહેતો વિપુલ જેસંગભાઇ ચૌહાણ (ઉ.વ.32)નામનો યુવાન આજે બપોરે જિલ્લા ગાર્ડન ચોકમાં હતો ત્યારે હરેશ, કાળુ અને ઇકુડાએ કોઇ કારણસર ઝઘડો કરી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.

આ બનાવમાં વિપુલને માથાના ભાગે તથા શરીરે ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં વિપુલને સારવારમાં લાવવામાં આવ્યો ત્યારે તે દારૂના નશામાં હોવાનુ જાણવા મળ્યુ હતું. દારૂના નશામાં ડંખો થતા મારમાર્યો હોવાનુ અનુમાન છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *