ગુજરાત
ડેન્ગ્યુથી યુવાનનું મોત થતાં પરિવારે ધૂણી ધૂણીને ધમાલ મચાવી
સવારે છ વાગ્યામાં સિવિલ હોસ્પિટલ માથે લીધી, ઈમર્જન્સી વિભાગના સ્ટાફ સામે આક્ષેપબાજી કરતા ટોળાં ઊમટ્યા
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મુકી હોય તેમ રોગચાળો જીવલેણ બનતો જાય છે. રાજકોટમાં રોગચાળાના કારણે છાસવારે માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં મુળ જસદણના શિવરાજપુરના વતની અને હાલ રાજકોટમાં ગોંડલ રોડ ઉપર પુનિત નગર પાણીના ટાંકા પાસે ઝુપડપટ્ટીમાં રહેતા યુવકનું સિવિલ હોસ્પિટલમાં ડેંગ્યુની સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારે કલ્પાંત સાથે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ધુણીને ધમાલ મચાવી હતી. વહેલી સવારે છ વાગ્યાના અરસામાં મૃતક યુવકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ માથે લેતા ઈમરજન્સી વિભાગનાસ્ટાફ સામે આક્ષેપ બાજી કરી હતી.
મૃતકના પરિવારજનોએ ધમાલ મચાવતા તમાશો જોવા લોકો ઉમટી પડ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ જસદણ તાલુકાના શિવરાજપુર ગામના વતની અને હાલ રાજકોટમાં ગોંડલરોડ ઉપર પુનિતનગરના પાણીના ટાકા પાસે આવેલી ઝુપડ પટ્ટીમાં રહેતા વિજય બટુકભાઇ વાઘેલા નામના 30 વર્ષના યુવકને ગત તારીખ 11ના રોજ ડેંગ્યુની સારવાર અર્થ એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જયાથી ગઇ કાલે તારીખ 12/09/24ના રોજ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા યુવકનું આજે વહેલી સવારે યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં આક્રદ છવાયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક વિજય વાઘેલા છ ભાઇ એક બહેનમાં નાનો હતો. અને મંજૂરી કામ કરી પરિવારને આર્થીક મદદ કરતો હતો. મૃતક વિજય વાઘેલાને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે.
યુવકના મોત બાદ યુવકના પરિવારજનો અને સંબંધીઓ સિવિલ હોસિપટલમાં એકઠા થયા હતા. અને સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગ સામે કપાઉન્ડમાં કલ્પાંત સાથે ધુણી ધુણીને ધમાલ મચાવી હતી. અને મૃતક યુવકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે યુવકનું મોત નિપજયુ હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો.
મૃતક યુવકના પરિવારજનોએ કલ્પાંત સાથે ધુણી ધુણીને ધમાલ મચાવી સિવિલ હોસ્પિટલ માથે લીધી હતી. મૃતક યુવકના પરિવારજનોએ હોબાળો મચાવતા તમાશો જોવા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
અંકલેશ્વરથી ભરૂચ આવતી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, સળગતા ડબ્બામાંથી પેસેન્જરોને અધવચ્ચે ઉતાર્યા
મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી છે. મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં અંકલેશ્વરથી ભરૂચ આવતા જૂના બોરભાઠા નજીક આગ લાગી હતી. આ ઘટનાને લઇને પેસેન્જરોને ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા ડબ્બામાં પેસેન્જરોને બેસાડવામાં આવ્યા હતા. બાદમાં ટ્રેનને ભરૂચ સ્ટેશન પર લાવવામાં આવી હતી. જ્યાં ફાયર વિભાગે આગ કર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં આગ લાગતાં અફરાતફરી સર્જાય હતી. અંકલેશ્વરથી ભરુચ તરફ આવી રહેલી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં સિલ્વર બ્રિજ પહેલાં આગ ફાટી નીકળી હતી. જેના પગલે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આગના પગલે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
ગુજરાત
દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિરનું શિલ્પ સ્થાપત્ય જાળવણીના અભાવે જીર્ણ હાલતમાં
સુવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરની સાથોસાથ તેમના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિર પણ પૌરાણિક મહત્તા ધરાવતું હોય, ભારતના રક્ષિત સ્મારકોમાં તે સમાવિષ્ટ છે. અહીં આવેલા મંદિરમાં અદભૂત શિલ્પ સ્થાપત્ય જોવા મળતું હોવાથી યાત્રાળુઓની સાથોસાથ દર વર્ષે મોટી સંખ્યામાં શિલ્પકલા પ્રેમીઓ પણ આ મંદિરના અનન્ય શિલ્પ સ્થાપત્ય નિહાળી અભિભૂત થતા હોય છે.
કમનસીબે અહીં દરિયાઈ ખારાશવાળા વિસ્તારમાં હોવાના લીધે તેમજ અપૂરતી જાળવણીને લીધે આ મંદિરની કોતરણીમાં કંડારાયેલા શિલ્પ સ્થાપત્યનો ખજાનો પત્થરો ખવાઈ જવાના કારણે જીર્ણ થતો જાય છે. આ અમૂલ્ય ધરોહરની જાળવણી અંગે સબંધિત તંત્ર દ્વારા તાકીદે નક્કર પગલા લેવાય તેવી કલાપ્રેમીઓની માંગ છે.
ક્રાઇમ
ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે
- ચાર શખ્સો ઝબ્બે: એલસીબી પોલીસની કાર્યવાહી –
ખંભાળિયા પંથકમાં એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ અને દિનેશભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર લાલપુર રોડ પરથી ગતરાત્રે જામનગરના દરેડ વિસ્તારમાં રહેતા ભરત દેવાયત કરમુર (ઉ. 22), કલ્યાણપુરના વીરપર ગામના કાર્તિક દેવાણંદ ચાવડા (ઉ. 20), કરણ વીરાભાઈ સોલંકી (ઉ. 20) અને જામનગરમાં પ્રણામી ટાઉનશિપ ખાતે રહેતા વિજય કેશુર ગોજીયા (ઉ. 20) નામના ચાર શખ્સોને જી.જે. 10 ડી.જે. 1118 નંબરની એક્સ.યુ.વી. કારમાંથી વેચાણ અર્થે લઈ આવેલા વિદેશી દારૂની 42 બોટલ સાથે ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 15,372 ની કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 42 બોટલ તેમજ રૂપિયા ત્રણ લાખની કિંમતની મોટરકાર સાથે સહી કુલ રૂપિયા 3,15,372 નો મુદ્દામાલ કબજે કરી, તમામની વિધિવત રીતે અટકાયત કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, આકાશ બારસિયા, પી.જે. ખાંટ, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. સજુભા જાડેજા, ભરતભાઈ ચાવડા, ડાડુભાઈ જોગલ, દિનેશભાઈ માડમ, પ્રવીણભાઈ માડમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
-
ધાર્મિક18 hours ago
આજે દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓનું કરો દાન, ક્યારેય નહીં થાય ધનની કમી
-
ગુજરાત18 hours ago
વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, બેનાં મોત
-
ક્રાઇમ11 hours ago
ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે
-
ક્રાઇમ12 hours ago
Ph.Dના ફી વધારા સામે કુલપતિના ટેબલ પર નકલી નોટો ફેંકાઇ
-
ગુજરાત12 hours ago
સહકાર પેનલના 10 ઉમેદવારની ડબલ મેમ્બરશિપ છતાં ફોર્મ માન્ય
-
ગુજરાત12 hours ago
ગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશ
-
ગુજરાત11 hours ago
આધેડનો કમળપૂજાનો પ્રયાસ
-
ગુજરાત12 hours ago
1100 કરોડના કોન્ટ્રાક્ટ મુદ્દે સ્ટે. ચેરમેન-નેહલ વચ્ચે સટાસટી