અઢી લાખમાં લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન બીજે પરણી ગઇ, તેડવા ગયેલા યુવક ઉપર હુમલો

ધ્રોલના હજામચોરા ગામે ખેત મજૂરી કરતા દંપતિએ પોતાની પુત્રીને કોટડાનાયાણીના યુવક પાસેથી અઢીલાખ લઇ લગ્ન કરાવ્યા હતા. બાદમાં યુવતી માવતરે પરત ફરતા માતા-પિતાએ દોઢ લાખ…

ધ્રોલના હજામચોરા ગામે ખેત મજૂરી કરતા દંપતિએ પોતાની પુત્રીને કોટડાનાયાણીના યુવક પાસેથી અઢીલાખ લઇ લગ્ન કરાવ્યા હતા. બાદમાં યુવતી માવતરે પરત ફરતા માતા-પિતાએ દોઢ લાખ લઇ યુવતીને અન્ય જગ્યાએ પરણાવી દીધાની જાણ થતા કોટડાનાયાણીનો યુવાન પત્નીને તેડવા આવ્યો હતો. ત્યારે ત્રણ શખ્સોએ માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોટડાનાયાણી ગામે રહેતો કૈલાશ દેડાભાઇ વસુનીયા નામનો 18 વર્ષનો યુવાન બપોરા અરસામા ધ્રોલના હજામચોરા ગામે હતો ત્યારે રાજુ બામણીયા અને સુભાષ સહિતના શખ્સોએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં કૈલાશ વસુનિયા મુળ મધ્યપ્રદેશનો વતની છે અને હાલ કોટડાનાયાણી ગામે ખેત મજૂરી કરે છે. દોઢ વર્ષ પહેલા કૈલાસ વસુનિયા સાથે હજામચોરા ગામે ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના વતનીએ રૂા.2.50 લાખ લઇ તેની પુત્રીને પરણાવી હતી. લૂંટેરી દુલ્હન છેલ્લા એક માસથી ભાગીને હજામચોરા ગામે માતા-પિતા પાસે આવી ગઇ હતી. માતા-પિતાએ પુત્રીને દોઢ લાખ લઇ અન્ય જગ્યાએ પરણાવી દીધી હતી. જે અંગે કૈલાશ વસુનિયાને જાણ થતાં હજારચોરા ગામે પત્નીને તેડવા આવ્યો હતો. ત્યારે લૂંટેરી દુલ્હનના પરિવારે માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *