Connect with us

કચ્છ

કચ્છમાં ન્યુમોનિયાથી 13 મોત બાદ તંત્રમાં દોડધામ

Published

on

આરોગ્ય વિભાગ દ્વારા નિષ્ણાતોની ટીમ મોકલાઇ, રાજકોટથી પણ તબીબો દોડાવાયા


કચ્છના લખપતમાં ન્યુમોનિયા તાવએ કહેર મચાવ્યો છે. છેલ્લા 4 દિવસમાં ન્યુમોનિયાના કારણે 13 લોકોના મોત થયા છે. ત્યારે ન્યુમોનિયા તાવના લીધે 13 લોકોના મોત થયા છતાં આરોગ્ય તંત્ર નિદ્રાધીન બન્યું છે.


લખપતના બેખડા, સાંધ્રો, મોરગર, મેડી, ભરાવાંઢ, વાલાવારી, લખાપરમાં ન્યુમોનિયાના કારણે મોત થયા છે. ત્યારે મોતના વધતા આંકડા વચ્ચે આરોગ્ય તંત્ર નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે. પાન્ધ્રો જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પત્ર લખીને પરિસ્થિતિ અંગે જાણ કરી છે અને પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા માટે માગ કરી છે.


કચ્છના લખપત તાલુકાના ગામોમાં તાવના કારણે છેલ્લા 4 દિવસમાં 12 લોકોના મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. જેના પગલે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જ્યાં મોતના બનાવો બન્યા છે ત્યાં મૃતકોના પરિવારજનોના સેમ્પલ લેવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણી શકાશે. આ અંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છેકે, આરોગ્ય વિભાગ દ્વારા નિષ્ણાંતોની ટીમો મોકલવામાં આવી છે.
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છેકે, કચ્છના લખપત અને અબડાસામાં છેલ્લા 4 દિવસમાં લગભગ 12 જેટલા મૃત્યું નોંધાયા છે. મૃત્યુના કારણ જાણવા માટે આરોગ્ય વિભાગ દ્વારા, રાજકોટ પીડીયુ અને અદાણી કોલેજમાંથી નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી છે. જેમાં મીડીસીન પીએસએમ, માઇક્રો બોયોલોજી, બાળરોગ નિષ્ણાંત વગેરેને નિષ્ણાંતોની ટીમ જઇને ત્યાં સમગ્ર સર્વેલન્સ કરીને ત્યાંની માહિતી મોકલીને આ બાબતે મૃત્યુ થવાના કારણો જાણીને એ રિપોર્ટ રાજ્ય સરકારને બે દિવસમાં મોકલશે.


આ ટીમ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવશે. તેમાંથી કારણો જાણવા મળશે કે અચાનક આ 4 દિવસમાં 12 લોકોના મોત કેમ નોંધાયા છે. એ જાણીને જરૂૂરી આવશ્યક પગલા આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવશે. આગામી સમયમાં એ પ્રકારના મૃત્યુ ન નોંધાય અને એ પ્રકારના લક્ષણો ન દેખાય એ માટે રાજ્ય સરકાર ત્વરિત કામગીરી કરશે અને આરોગ્ય વિભાગ માહિતી લઇને જરૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં એ બાબતોની કામગીરી કરશે.

કચ્છ

કચ્છમાં ઇદના દિવસે બોલેરોના ચાલકે આઠ વર્ષના બાળકને કચડી નાખતાં મોત

Published

on

By

આજે સવારે ખાવડાની કોટડા ચેકપોસ્ટ પાસે ધ્રોબાણાના ધુબારાવાંઢનું આઠ વર્ષીય બાળક રિઝવાન રાજપાર સમા માર્ગ પર પગે જઇ રહ્યું હતું, ત્યારે બોલેરોએ તેને કચડી નાખતાં તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. ઇદના દિવસે જ પરિવાર પર આભ તૂટી પડયું હતું, જ્યારે અંજારમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. ખાવડા પાસેની કોટડા ચેકપોસ્ટ નજીક થયેલા કરુણ અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે 9.30 વાગ્યાના અરસામાં ધ્રોબાણા ધુબારાવાંઢ (ખાવડા)નો આઠ વર્ષીય માસૂમ રિઝવાન રસ્તો પાર કરી રહ્યો હતો ત્યારે બાલેરો નં. જી.જે. 12 સી.ટી. 5654એ તેને કચડી નાખતાં માથા તથા પગમાં ગંભીર ઇજાનાં પગલે ઘાયલ થયો હતો. પ્રથમ ખાવડા બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યો હતો.

આ અકસ્માત અંગે રિઝવાનના કાકા રસીદ જાકબ સમાએ વિગતો જાહેર કરી ખાવડા પોલીસ મથકે બોલેરોચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. ઇદના દિવસે જ આ ગોઝારી ઘટનાથી પરિવાર અને સંબંધીઓ પર આભ તૂટી પડયું હતું. બીજી તરફ અંજારમાં જેસલ તોરલ નજીક આવકાર ગેસ્ટહાઉસ, તુલસી સોડા શોપની બાજુમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. ભિક્ષુક જેવો લાગતો આ યુવાન ગઇકાલે સવારે બેભાન મળી આવ્યો હતો. તેને હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાનના પગમાં પાટો બાંધેલો છે. તેના સંબંધીઓએ અંજાર પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

Continue Reading

કચ્છ

નલિયાની જેલની દીવાલ કૂદી કેદીનો ભાગવાનો પ્રયાસ

Published

on

By

કેદીનો હાથ ભાંગી ગયો, સારવારમાં ખસેડાયો

અબડાસા તાલુકાના ડુમરામાં દારૂૂના નશામાં ઝડપાયેલા આરોપીને નલિયાની સબ જેલમાંથી નાસવાનો પ્રયાસ ભારે પડયો હતો. આ બનાવની તબક્કાવાર વિગતો રમૂજ સાથોસાથ રોચક છે. બપોરે 11-12 વાગ્યાના અરસામાં કોઠારા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ડુમરાના બસ સ્ટેશન પાસે લથડિયા ખાતે ગામના કોલીવાસનો કરશન ઉર્ફે કિશન બાબુ કોળી (ઉ.વ. 20) મળી આવ્યો હતો. કોઠારા પોલીસે કેફી પીણું પીધેલા કરશન ઉપર ગુનો દાખલ કરી અટક કરી નલિયા સબ જેલને સોંપ્યો હતો.

નલિયાની સબ જેલમાં કેદ આરોપી કરશને બાથરૂૂમ જવાનું કહેતાં તેને બાથરૂૂમ લઇ જવાયો હતો ત્યારે તે સબ જેલની પાછળની દીવાલ કૂદીને ભાગવા જતાં માથેથી પટકાયો હતો. આથી કરશનને હાથમાં અસ્થિભંગ અને મોઢાના ભાગે ઇજા થતાં દાંત તૂટી પડયા હતા. આમ, કરશન માટે કેદમાંથી ભાગવાનો પ્રયાસ ભારે પડયો હતો. નાસવાના પ્રયાસ અંગે પણ નલિયા પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Continue Reading

કચ્છ

કચ્છમાં ફરી એક વખત ધરા ધ્રૂજી, ભચાઉ નજીક 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

Published

on

By

કચ્છમાં ફરી ભૂકંપના આચંકા અનુભવાયા છે. ભચાઉ નજીક આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આજે સવારના 6:59 વાગ્યે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. કોઈ જાનહાનિ થવાની માહિતી મળી નથી.કચ્છની ધરા પરથી ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 10 કિ.મી. દૂર નોંધાયું છે. બે મહિના અગાઉ કચ્છના ભચાઉમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો

ત્યારબાદ 10 ડિસેમ્બરે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. ભૂકંપનો આંચકો આવતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં 20 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી ઉઠી હતી.

ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-૫માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકાએ પેટાળને ધ્રુજાવી નાખ્યું છે. મોડી રાત્રે ફરી એકવાર કચ્છની ધરા ધ્રૂજી ઉઠી હતી. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે.

Continue Reading
આંતરરાષ્ટ્રીય53 seconds ago

લંડન ફેશન વીકની શાનદાર ઉજવણી

ગુજરાત2 mins ago

અગલે બરસ તું જલ્દી આના: વિઘ્નહર્તાને ભાવિકોની ભાવભરી વિદાય

અમરેલી5 mins ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

ગુજરાત7 mins ago

કચ્છની કંપનીમાંથી બે ટન કાર્ટિસ મળ્યા

રાષ્ટ્રીય7 mins ago

લિકર કેસમાં સીબીઆઇ, ઇડી પાસે પુરાવા જ નથી?

ગુજરાત10 mins ago

રાજકોટમાં નેત્રયજ્ઞ કેમ્પમાં આવેલા પ્રૌઢા સહિત ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત

ગુજરાત12 mins ago

લાલપુર ચોકડી પાસે માનસિક અસ્વસ્થ યુવકનો ડમ્પર હેઠળ ઝંપલાવી આપઘાત

ક્રાઇમ15 mins ago

ચોટીલાના નાની મોલડીના પ્રૌઢની હત્યાનો ભેદ ખુલ્યો: યુવતી અને બે સગીર ભાઇઓની ધરપકડ

ગુજરાત18 mins ago

ભાજપના નેતાઓના વન ટુ વન ક્લાસ લેતા મોદી

ગુજરાત19 mins ago

જાણીતા તબીબનાં યુવાન પુત્રનું બીમારીના કારણે મોત

રાષ્ટ્રીય23 hours ago

ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો

રાષ્ટ્રીય24 hours ago

VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા

રાષ્ટ્રીય1 day ago

‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ગુજરાત19 hours ago

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી

ગુજરાત19 hours ago

મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ

રાષ્ટ્રીય1 day ago

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી

રાષ્ટ્રીય20 hours ago

બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી

ધાર્મિક18 hours ago

ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે

ગુજરાત19 hours ago

રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા

મનોરંજન19 hours ago

અક્ષય કુમારને ‘હેરા ફેરી 3’ બનાવવા માટે ડિરેક્ટરે પાડી ના, જાણો શું મૂકી શરત

Trending