ગુજરાત
હારિજના દુનાવાડાની શાળામાં ધોરણ 6 ની વિદ્યાર્થિની સાથે આચાર્યના શારીરિક અડપલાં
શિક્ષણ જગતને કલંકીત કરતી વધુ એક ઘટના : લંપટ ગુરુને વાલીએ થપ્પડ ઝીંકી
દાહોદમાં શાળાના આચાર્ય દ્વારા બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કર્યાની ઘટના હજી ચર્ચાનો વિષય બની છે. પાટણના હારિઝમાં પણ શાળાના આચાર્યએ વિદ્યાર્થીનીઓના અડપલા કર્યા હોવાના આક્ષેપ થતા ખળભળાટ વાલીઓમાં ડર બેસી ગયો છે. અને દિકરીઓને શાળાએ મોકલવાનું બંધ કરી રહ્યા છે.
હારીજ તાલુકાના દુનાવાડા ગામમાં શિક્ષણ જગતને કલંકિત કરતી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પ્રાથમિક શાળાના આચાર્ય પર શાળાની વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કરવાનો આરોપ છે. ધોરણ 6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ આચાર્ય પ્રવીણ ભલાભાઈ પટેલ પર છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થિનીઓ જ્યારે ઘરે પહોંચી ત્યારે પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ અંગેની માહિતી મળ્યા બાદ વિદ્યાર્થીઓના પરિવારજનો હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં જ મોડી રાત્રે હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા એક વાલીએ આચાર્યને થપ્પડ પણ ઝીંકી દીધી હતી.
વાલીઓએ આચાર્ય પ્રવિણ પટેલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.આ ઘટનાને લઈને વાલીઓને ભારે રોષમાં ભર્યો હતો. વાલીઓએ આચાર્યને સામે રોષ વ્યક્ત કર્યો. જ્યારે એક વાલી એટલો રોષે ભરાઈ ગયો કે તેણે આચાર્યને થપ્પડ પણ મારી દીધો. જો કે, આચાર્યએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી હતી. પરંતુ વાલીઓએ શાળામાં કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ ઘટના શૈક્ષણિક ક્ષેત્રમાં ગંભીર મુદ્દાઓને ઉદભવાવી રહી છે અને આચાર્ય વિરુદ્ધ તપાસને લઇને કડક પગલાં ભરવાની જરૂૂર છે. શિક્ષણની સંસ્થાઓમાં આવા નરાધમી શિક્ષકો સામે કાર્યવાહી થવી જ જોઈએ. આવા શિક્ષકોના કારણે અન્ય સારા શિક્ષકો પણ બદનામ થતા હોય છે.
ક્રાઇમ
મયૂરનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના કારણે હુમલો
3 શખ્સ સામે નોંધાયો ગુનો
જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા એક યુવાને જુની અદાવત ના કારણે પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે સ્થાનિક ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.જામનગરમાં મયુર નગર વામ્બે આવાસ રોડ પર રહેતો સિરાજ ભીખુભાઈ સંઘાર નામનો 20 વર્ષનો સંધિ યુવાન કે જે ગઈકાલે પોતાના મિત્ર રૂૂસ્તમ સાથે બાઈકમાં જઈ રહ્યો હતો, જે દરમિયાન રસ્તામાં તેઓને ઈરફાન જુણેજા સહિતના ત્રણ શખ્સોએ રોક્યા હતા, અને જુની અદાવત નું મન દુ:ખ રાખીને છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.જેથી ઇજાગ્રસ્ત બંને યુવાનોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ હુમલાના બનાવ અંગે સિરાજ ભીખુભાઈ સંધિ એ જામનગરના ઈરફાન ઇસુબ જુણેજા, યસ સુરેશભાઈ વરણ તેમજ અમન બોદુભાઈ મલેક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા ત્રણેય આરોપી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
ક્રાઇમ
ખાવડાના મોટા બાંધા ગામની સીમમાં સગીર સાથે બે શખ્સોનું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય
પરિવારને જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી
તાલુકાના ખાવડા વિસ્તારમાં આવેલા મોટા બાંધા ગામની સીમમાં બે શખ્સોએ સગીર સાથે સૃષ્ટિ વિરૂૂદ્ધનું કૃત્ય ગુજાર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર ફેલાઈ ગઈ હતી. બનાવ બાબતે ખાવડા પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ આરોપીઓ મોટા દિનારામાં રહેતા અકરમ તાલબ સમા અને જાવેદ હસન સમાએ 11 વર્ષિય કિશોરને મોટા બાંધા ગામની સીમમાં બાઈકથી લઈ ગયા હતા. આ સગીરને માર મારી કપડા ઉતારી તેની સાથે વારા ફરતી સૃષ્ટી વિરૂૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. આ વાત કોઈને કહે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બાબતે ભોગ બનનારે પરિવારને કહ્યા બાદ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે હિંમત કરતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે, અગાઉ પણ ખાવડા વિસ્તારમાં આ પ્રમાણેની ઘટના સામે આવી ચુકી છે.
ગુજરાત
ગોંડલ-જામકંડોરણા રોડ પર ઈકો-બોલેરો વચ્ચેના અકસ્માતમાં 10ને ઈજા
ઈજાગ્રસ્તોને જામકંડોરણા, ગોંડલ દવાખાને ખસેડાયા
ગોંડલ જામકંડોરણા રોડ પર ઉમરાળી અને ત્રાકુડા વચ્ચે ઇકો કાર અને બોલેરો પીકઅપ વચ્ચે સર્જાયેલા અકસ્માત માં 10 જેટલા લોકોને ઇજા થઇ હતી.અકસ્માતને લઈને ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી અને ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે જામકંડોરણા સીએચસી સેન્ટર અને ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ જામકંડોરણા રોડ પર ઇક્કો કાર અને યુટીલિટી પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાતા યુટીલિટી પલ્ટી મારી જવા પામી હતી. જેમાં મુકેશભાઈ રણમલભાઈ રાઠોડ ઉ.વ.40, મહેશભાઈ ટપુભાઈ રાજગોર ઉ.વ.28, જયાબેન બાલુભાઈ વાજા ઉ.વ.48 વિનોદભાઈ દેવશીભાઈ રાખીયા ઉ.વ. 52, પાયલબેન વિનોદભાઈ રાખીયા ઉ.વ.22 સહિત 10 લોકોને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.અકસ્માત ની ઘટના ને લઈને ગોંડલ, કોલીથડ, અને જામકંડોરણા સહિત ત્રણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.
-
રાષ્ટ્રીય22 hours ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
આંતરરાષ્ટ્રીય19 hours ago
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
-
ક્રાઇમ19 hours ago
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
-
ક્રાઇમ19 hours ago
માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ
-
રાષ્ટ્રીય1 day ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
આંતરરાષ્ટ્રીય23 hours ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
ગુજરાત19 hours ago
નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય