લાલપુરની સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સજા

જામનગર જિલ્લાના લાલપુર પંથક ના એક ગામ ની સગીરા પર બે વર્ષ પહેલાં પરપ્રાંતીય શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ ના કેસ માં…

જામનગર જિલ્લાના લાલપુર પંથક ના એક ગામ ની સગીરા પર બે વર્ષ પહેલાં પરપ્રાંતીય શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ ના કેસ માં અદાલતે આરોપી ને 20 વર્ષ ની સખત કેદ ની સજા ફટકારી છે. લાલપુર તાલુકાના એક ગામમાં વસવાટ કરતા પરિવારની સગીર વયની પુત્રી પર મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ધર્મેન્દ્ર ધુમાભાઈ વસુનીયા નામના શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી, આથી પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા અદાલતે આરોપી ધર્મેન્દ્ર વસુનીયા ને તક્સીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ભોગ બનનારને કમ્પેઈન્સેશનમાંથી રૂૂ.4 લાખ વળતર પેટે ચૂકવવામાં આવશે. સરકાર તરફથી એપીપી મુકેશ જાની રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *