20 અરજદારોને રૂબરૂ સાંભળવા બોલાવાયા
જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકનું આજે સાંજે 5:00 વાગે રાખવામાં આવી છે. આ બેઠકમાં રાજકોટ શહેરના ડીસીપી અને જિલ્લા પોલીસવડા સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.
આ બેઠકમાં લેન્ડ ગ્રેબિંગના 58 જેટલા કેસો પર સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં 20 જેટલા અરજદાર અને રૂૂબરૂૂ બોલાવામાં આવ્યા છે અને રૂૂબરૂૂ સાંભળવામાં આવશે.
લેન્ડ ગ્રેબિંગ બેઠકનું આયોજન આજે સાંજે 5 વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ઇન્ચાર્જ એડિશનલ, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
