જામકંડોરણા નજીક ટાટા 407ના ચાલકની બેદરકારીથી અકસ્માત, યુવાનનું કરુણ મોત

જામકંડોરણા નજીક ખજુરડા રોડ પર સર્જાયેલા એક અકસ્માતમા ભરવાડ યુવાનનુ મોત થયુ હતુ. જામકંડોરણાથી વચલા કાલરીયા ગામે જતા યુવાનનુ મોટર સાયકલ ટાટા 407 મેટાડોર ચાલકની…

જામકંડોરણા નજીક ખજુરડા રોડ પર સર્જાયેલા એક અકસ્માતમા ભરવાડ યુવાનનુ મોત થયુ હતુ. જામકંડોરણાથી વચલા કાલરીયા ગામે જતા યુવાનનુ મોટર સાયકલ ટાટા 407 મેટાડોર ચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાવાથી મોત થયુ હતુ. ટાટા 407 નાં ચાલકે રસ્તા વચ્ચે પોતાનુ વાહન પાર્ક કરીને દરવાજો ખુલ્લો રાખ્યો હોય જેમા મોટર સાયકલ લઇને જતો યુવાન ભટકાયો હતો અને તે નીચે પટકાતા સામેથી આવતી રીક્ષા ઠોકરે ચડી જતા આ બનાવ બન્યો હતો જેમા મેટાડોર ચાલક સામે ફરીયાદ નોંધાઇ છે.

મળતી વિગતો મુજબ જામકંડોરણાનાં પીપળીયા માલજીભા ગામે રહેતા મુળ ઉપલેટાનાં વચલા કાલરીયાનાં વતની સવાભાઇ નાથાભાઇ ચાવડીયાએ નોંધાવેલી પોલીસ ફરીયાદમા આરોપી તરીકે ટાટા 407 નંબર જીજે 4 યુ 6812 ચાલકનુ નામ આપ્યુ છે ફરીયાદમા સવાભાઇએ જણાવ્યા મુજબ ગઇ તા 25 નાં રોજ તેનો ભાઇ સુખાભાઇ મોટર સાયકલ નં જીજે 7 બીટી 9154 લઇને જામકંડોરણાથી વચલા કાલરીયા ગામે જતો હતો ત્યારે ખજુરડા રોડ પર પગલીયા પીરનાં દરગાહ પાસે ટાટા 407 નાં ચાલકે બેદરકારીથી માણસની જીંદગી જોખમાય તે રીતે પોતાનો 407 વાહન પાર્ક કરી દરવાજા ખુલ્લા રાખેલ હોય આ દરવાજા સાથે સવાભાઇનાં ભાઇનુ મોટર સાયકલ અથડાયુ હતુ અને તે નીચે પડી ગયા હતા.

ટાટા 407 સાથે અથડાયને નીચે પડી ગયેલા સુખાભાઇ ચાવડીયા સામેથી આવતી સીએનજી રીક્ષા નં જીજે 36 યુ 7272 સાથે અથડાયા હતા અને રીક્ષા રોડ નીચે પડી ગઇ હતી જેમા રીક્ષા ચાલકને પણ ઇજા થઇ હતી જયારે સવાભાઇનાં ભાઇને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા જયા તેનુ સારવાર દરમ્યાન મોત થતા આ મામલે બેદરકારી દાખવનાર ટાટા 407 નાં ચાલક વિરુધ્ધ જામકંડોરણા પોલીસમા ફરીયાદ નોંધાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *