વિજયી ભવ: બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

કુમકુમ તિલક અને મોઢા મીઠાં કરાવી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ અપાયો: સીસીટીવી કેમેરાની નિગરાનીમાં પ્રશ્ર્નપત્ર ખોલાયા: ધો.10માં ભાષા, ધો.12 સા.પ્ર.માં અર્થશાસ્ત્ર અને સાયન્સમાં ભૌતિકશાસ્ત્રનું…

કુમકુમ તિલક અને મોઢા મીઠાં કરાવી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ અપાયો: સીસીટીવી કેમેરાની નિગરાનીમાં પ્રશ્ર્નપત્ર ખોલાયા: ધો.10માં ભાષા, ધો.12 સા.પ્ર.માં અર્થશાસ્ત્ર અને સાયન્સમાં ભૌતિકશાસ્ત્રનું પેપર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.10 અને ધો.12ના 14.28 લાખથી વધુ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો શાંતિપુણર માહોલમાં પ્રારંભ થયો છે. પરીક્ષાર્થીઓને હળવુ વાતાવરણ મળી રહે અને ડર રાખ્યા વગર પરીક્ષા આપી શકે અને પેપર લખી શકે તે માટે દરેક સ્કુલમાં પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી અને આવકારવામાં આવ્યા હતા. સવારે 10.30 થી ધો.12ના વિદ્યાર્થીઓની પરીણા શરૂ થઇ હતી જેમાં ભાષાનું પેપર લેવામાં આવ્યું હતું જયારે ધો.12 સામાન્ય પ્રવાહમાન અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહમાં બપોરે 3 વાગે ભૌતિકશાસ્ત્રનું પેપર લેવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા પણ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં 65 કેન્દ્રોના 308 બિલ્ડીંગના 2753 બ્લોકમાં 76312 છાત્રોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ કેન્દ્રો પર ગેરરીતી રોકવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે પરીક્ષાના પ્રારંભમાં ઢેબર રોડ પર આવેલી વિરાણી હાઇસ્કુલમાં કલેકટર પ્રભવ જોશી, વી.જે. મોદી સ્કુલમાં પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, મહાત્મા ગાંધી સ્કુલમાં એસ.પી. હિમકરસિંહ ન્યુ એરા સ્કુલમાં જિલ્લા વિકાસ અધિકારી આનંદ સુરેશ ગોવિંદ, જી.ટી. શેઠ વિદ્યાલયમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ધોળકીયા સ્કુલમાં અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા અને સ્વામીનારાયણ ગુરૂકુળ વિદ્યાલયમાં નિવાસી અધિક કલેકટર એ.કે. ગૌતમે વિદ્યાર્થીઓનું મોઢુ મીઠુ કરાવી પેપર લખવા માટે આર્શિવચન પાઠવ્યા હતા.

રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે જણાવ્યું હતુ કે, ધોરણ 10 અને 12 સાયન્સની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુઘી ચાલશે. જયારે 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી ચાલશે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરેરીતિ ન થાય તે માટે બોર્ડની ખાસ સ્કવોર્ડ રાખવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના વર્ગ 1 અને 2 ના અધિકારીઓની ખાસ તકેદારી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના કંટ્રોલ રુમનો નંબર જાહેર કરવામાં આવેલો છે. જે કરણસિંહજી સ્કૂલ ખાતે 26 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી રજાના દિવસો સિવાય સવારે 7 થી 1.30 અને બપોરે 1.30 થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે જેનો નંબર 76229 21173 રાખવામાં આવેલો છે.

રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે વાલીઓ અને પરીક્ષાર્થીઓ જોગ સંદેશ પાઠવતા જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લાના શહેર અને ગ્રામ્યના ધોરણ- 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાર્થીઓને આગામી 27/2/2025થી શરુ થતી પરીક્ષા માટે અનેક અનેક શુભેચ્છાઓ. પરીક્ષા સ્થળે આપના ઘરથી અંતરની અગાઉથી ચકાસણી કરી વહેલા પહોંચવા અનુરોધ કરૂૂ છું. પરીક્ષાને એક ઉત્સવ સમજી પરીક્ષા આપો. પરીક્ષા ખંડ માં પ્રવેશ પૂર્વે કોઈ સાહિત્ય, ડિજિટલ ઘડિયાળ, ડિજિટલ કેલક્યુલેટર, મોબાઈલ, ઇયર ફોન કે વાઇ ફાઇ એટેચ કરી શકાય એવી કોઈ પણ સામગ્રી આપની પાસે ભૂલથી પણ ના રહે એ ધ્યાન રાખશો. હોલ ટિકીટ સાથે જ પ્રવેશ કરવો અને પોતાની જ સીટ પર બેસવું અને ખંડ નિરીક્ષકની સૂચનાઓનું પાલન કરી શાંતિપૂર્ણ રીતે તમામ પ્રશ્નપત્રો પૂર્ણ કરશો એવા શુભાશિષ.

એસટી દ્વારા વધારાની 250 બસ દોડાવાઈ
બોર્ડની પરીક્ષા માટે વધારાની બસ મુકવાનું જઝ નિગમે આયોજન કર્યું છે. વધારાની 250 જેટલી ટ્રીપો ચલાવવાનો નિર્ણય કરાયો છે. એકસ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા તાકીદ કરાઈ છે. એસ.ટી. નિગમના દરેક વિભાગ ખાતે કંટ્રોલ રૂૂમ શરૂૂ કરાયો છે. તેમજ વિદ્યાર્થીઓને પુરતી સુવિધા મળી રહે તેવી માટે પણ કાળજી રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *