ત્યક્તા પર મિત્રનું બબ્બે વાર દુષ્કર્મ, નરાધમે કહ્યું ‘મારે તારા જેવી ચાર-પાંચ છે’

સોશિયલ મિડીયાથી ત્યકતાને ફસાવી દૂષ્કર્મ આચરી તરછોડી દેવામાં આવ્યાની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે.પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદ પરથી રાજકોટના શ્યામ અમિતભાઇ માકડીયા…

સોશિયલ મિડીયાથી ત્યકતાને ફસાવી દૂષ્કર્મ આચરી તરછોડી દેવામાં આવ્યાની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે.પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદ પરથી રાજકોટના શ્યામ અમિતભાઇ માકડીયા વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે. મહિલાએ કૃથિરાદમાં જણાવ્યું છે કે મારા લગ બાદ પતિ સાથે મનમેળ ન થતાં અમે 2024માં છુટાછેડા લીધા બાદ હું મારા માવતરે રહુ છું. હું સ્નેપચેટ વાપરતી હોઉં બે મહિના પહેલા શ્યામનો આ માધ્યમથી સંપર્ક થતાં અમારી વચ્ચે મિત્રતા થઇ હતી.જેથી વાત કરવા 12/12/25ના રોજ હું રાજકોટ આવી હતી.

બાદ તેણે કહેલુ કે લગ્નની વાત કરવા માટે મે હોટેલમાં આપણો રૂૂમ બૂક કરાવ્યો છે, ત્યાં જઇ વાત કરશું. તેમ કહી તે મને કાલાવડ રોડ પરની હોટેલમાં લઈ ગયો હતો. રૂૂમમાં તેણે લગ્ન કરવાનું વચન આપી મારી સાથે બે વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા.આ દરમિયાન મારા ન્યૂડ ફોટા પણ પાડી લીધા હતા.
આ પછી ફરીથી 17/12ના રોજ પણ લગ્નની વાતના બહાને મને બોલાવતાં હું રાજકોટ બસ સ્ટેશન પાસેઅ વવી હતી. અહિથી તે કારમાં બેસાડી રેસકોર્ષ પાસે નાસ્તો કરવા લઇ ગયો હતો.

બાદમાં ગાડીમાં બેસતાં મને કિસ કરી લીધી હતી. મેં તેને લગ્નનું શું કરવાનું છે? તેમ પુછતાં તેણે કહેલું કે હું તારી સાથે લગ્ન નહિ કરી શકું. મેં તેને શું વાંધો છે? તેમ પુછતાં કહેલું કે મારી પાસે તારા જેવી ચાર-પાંચ છે, મારે તારો ઉપયોગ કરવો હતો જે મેં કરી લીધો છે. જેથી મેં તેને મોબાઇલમાં મારા ન્યુડ ફોટા છે તે ડિલીટ કરવાનું કહેતાં તેણે ફોટા મારા ફોનમાં જ છે, પણ તું કોઇને વાત કરીશ તો ફોટા વાયરલ કરી નાખીશ. તારો કોઇ ભાવ પણ પુછશે નહિ તેમ કહી ફરી રાતે સાડા અગીયારે મને બસ સ્ટેશન પાસે ઉતારી જતો રહ્યો હતો. અહિ રાતની કોઇ બસ ન હોઇ હું હોટેલ બૂક કરી રાત રોકાઇ હતી.

બીજા દિવસે શ્યામને વ્હોટ્સએપ કોલ કરતાં તેણે જવાબ આપ્યો નહોતો. મારી સાથે લગ્નના નામે ખોટુ બોલી શ્યામે શોષણ કર્યું હોઇ અંતે મારા સ્વજનને વાત કરતાં તેમણે ફરિયાદ કરવાનું કહેતાં મેં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં ભોગ બનનારે કહેતાં પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં એફઆઇઆર નોંધાઇ હતી. એએઅસાઇ દિપકભાઇ પંડીતે ગુનો દાખલ કરતાં આગળની તપાસ પીએસઆઇ કે. એચ. કારેણાએ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *