ખૂની હુમલામાં ઘવાયેલા નોનવેજના ધંધાર્થીનું મોત, બનાવ હત્યામાં પલટાયો

મિત્રના ઝઘડામાં વચ્ચે પડતા નોનવેજના ધંધાર્થી અને તેના ભાઇ પર હુમલો કરી ખોપરી ફાડી નાખી હતી રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં નોનવેજ શોપના માલિક બંધુ પર છરી-ધોકાથી…

મિત્રના ઝઘડામાં વચ્ચે પડતા નોનવેજના ધંધાર્થી અને તેના ભાઇ પર હુમલો કરી ખોપરી ફાડી નાખી હતી

રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં નોનવેજ શોપના માલિક બંધુ પર છરી-ધોકાથી જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ થતાં ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો હતો.આરોપીઓ હથીયાર સાથે ઘસી આવ્યા હતા અને યુવકને માથાના ભાગે ધોકાના ઘા ઝીંકી ખોપડી ફાડી નાંખી હતી.આ બનાવમાં ઘવાયેલા યુવાનનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.આ અંગે આજીડેમ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો.બનાવ અંગે રાજકોટમાં બરકતીનગર શેરી નં.11 બાલાજી એપાર્ટમેન્ટ વાળી શેરીમાં રહેતાં ફૈજાન ઇસ્માઇલભાઇ અંસારી (ઉ.વ.19) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાહુલ, ઇમરાન, મહેશ અને હરેશ નામના શખ્સનું નામ આપતાં આજીડેમ પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

ફરીયાદીએ જણાવ્યું હતું કે,રાત્રીના આઠેક વાગ્યાના આસપાસ યુવક અને તેનો ભાઈ હૈદરભાઇ,મિત્ર આશીફ ત્રણેય દુકાને હતા ત્યારે ત્યા રાહુલ તથા ઇમરાન બંને આવેલ અને આ બંને મિત્ર આશીફને કહેવા લાગેલ કે, પરમ દીવસે બાઈક કેમ મોડુ પરત કરેલ એમ કહી આ બંને આશીફને ગાળો બોલવા લાગેલ જેથી યુવક અને તેનો મોટા ભાઈ આ બંનેને ગાળો ન બોલવા સમજાવતા હતા આ દરમ્યાન ઇમરાન ઉશ્કેરાઈને ચાલ્યો ગયેલ હતો. થોડીવારમાં હાથમા છરી લઇને પરત આવેલ અને આશીફને છરી મારવાની ધમકી આપવા લાગેલ હતાં.
દરમિયાન ફરીયાદી અને તેના ભાઈએ આરોપી ઈમરાનને પકડી સમજાવતા હતા એટલામાં ત્યા રાહુલના બીજા બે ભાઇ મહેશ તથા હરેશ હાથમા લાકડાનો ધોકો લઈને ત્યા આવી ગયેલ અને બંને ભાઈઓને પણ ગાળો બોલવા લાગેલ હતાં. આ દરમ્યાન યુવકના પિતા પણ ત્યા આવી ગયેલ અને આ લોકોને ઝધડો ન કરવા બાબતે સમજાવતા હતા.ત્યારે હરેશ યુવકની પાસે આવેલ અને માથાના પાછળના ભાગે એક ફડાકો મારી દીધેલ તેમજ મહેશ અને રાહુલે મોટા ભાઇ હૈદરને ઘોકા વડે માર મારવા લાગેલ હતાં.

જેથી યુવકના પિતા આ બંનેને મારવાની ના પાડતા હતા તે દરમ્યાન હરેશ પણ મોટા ભાઈને ધોકા વડે કાનના ઉપરના ભાગે માથામા મારી નાખવાના ઇરાદે જોરથી ધોકો મારેલ હતો. જેથી યુવકનો ભાઈ ચકકર ખાઈને પડી ગયેલ હતો. આ ઘટનામાં હૈદરનું ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.તેમજ આ બનાવમાં પોલીસે હાલ હત્યાની કલમનો ઉમેરો કરી કાર્યવાહી શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *