ગોંડલ તાલુકાનાં ચોરડી નજીક આવેલા વાવડીનાં વીડો ગામે રહેતી કિર્તીબેન છગનભાઈ પરમારે મુખ્યમંત્રી,ગૃહમંત્રી,જીલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ કક્ષાએ લેખીત રજુઆત કરી જણાવ્યુ કે પોતાનું અપહરણ કરી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ જુનાગઢ એ ડીવીઝન તથા વિરપુર પોલીસેનહી લઈ પોલીસ સ્ટેશન નાં ધક્કા ખવરાવ્યા હોય ન્યાય માટે તા.4 નાં વિરપુર પોલીસ સ્ટેશન અથવા એસપી કચેરી સામે આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારીછે.
કિર્તીબેન પરમારે રજુઆત માં જણાવ્યું કે વાવડીના વીડો રહેતા વલ્લભભાઈ જાદવભાઇ ઘોળકીયા ઉપરાંત એક મહીલા સહીત સાત શખ્સોએ તા.20/12/24 નાં મારું ઘર ભંગાવી નાખવાની ધમકી આપી મારુ અપહરણ કરી જુનાગઢ નાં દોલતપરા વિસ્તાર માં લઇ જઇ ગોંધી રાખી હતી.જ્યાં આરોપીઓ દ્વારા છેતરીને મૈત્રીકરાર કરાવી ગોંધી રાખી છરીની અણીએ દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જેથી મેં આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા અંગે વિરપુર પોલીસ માં ફરિયાદ કરીતો જુનાગઢ ગુન્હો બનેછે ત્યાં જાવ તેવુ પોલીસ તરફ થી કહેતા જુનાગઢ એથ ડીવીઝન પોલીસ સ્ટેશન ગઈ હતી.પરંતુ ત્યાં વિરપુર પોલીસ માં જાવ તેવુ જણાવી યોગ્ય જવાબ નહી આપી ધક્કા ખવરાવતાં હોય આખરે મારે ન્યાય માટે આત્મવિલોપન કરવાની ફરજ પડેછે.જો મને કંઈ પણ થશેતો જુનાગઢ વિરપુર પોલીસ તથા એસપી કચેરીની જવાબદારી રહેશે તેવું જણાવ્યું હતુ.
