Connect with us

ગુજરાત

યુપીથી રાજકોટ આવેલા યુવકનો છોકરીના મુદ્દે પીછો કરી બે શખ્સોએ માર માર્યો

Published

on

રામપાર્કના યુવાને ટ્રક વેચનારના બનેવીના ત્રાસથી ઝેરી ટીકડા ખાધા

યુપીથી રાજકોટ આવેલા યુવકનો છોકરી મુદ્દે બે શખ્સોએ પીછો કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કણકોટ ગામમાં આવેલા પંચરત્ન પાર્કમાં રહેતો અજીત રામઅજૂરી શર્મા નામનો 19 વર્ષનો યુવાન કાલાવડ રોડ ઉપર આવેલા ભીમનગરમાં હતો. ત્યારે પીન્ટુ અને શ્યામલાલ નામના શખ્સે હથોડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


પ્રાથમિક પૂછપરછમાં છોકરી મુદ્દે ડખો થતા અજીત શર્મા યુપીથી રાજકોટ આવી ગયો હતો અને હુમલાખોર બંને શખ્સોએ પીછો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં આજીડેમ ચોકડી પાસે આવેલા રામપાર્કમાં રહેતા નીરવગીરી જેન્તીગીરી ગોસ્વામી નામનો 24 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં નીરવગીરી ગોસ્વામી વાંકાનેરના અશરફભાઈ પાસેથી ટ્રકની ખરીદી ખરીદી હતી જે ટ્રક પરત મેળવવા અસરફભાઈના બનેવી સબીરભાઈ ટોર્ચર કરી ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે નીરોગીરી ગોસ્વામીએ ઝેરી ટીકડા ખાઈ લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત

જૂની પેંશન યોજનાને લઈ સરકારનો મહત્વનો નિર્ણય, 2005 પહેલાંના કર્મીઓને મળશે જૂની પેન્શનનો લાભ

Published

on

By

જૂની પેંશન યોજનાને લઈ સરકારે મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે. જૂની પેંશન યોજનાને લઈ નાણાં વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ 1-4-2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના જાહેર કરવામાં આવી છે.

1-4-2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના લાગુ રહેશે તેવો નાણાં વિભાગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો

રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી-કર્મચારીઓ નવી પેન્શન યોજનાના અમલની તારીખ એટલે કે, તા. 01/04/2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂંક તા. 01/04/2005 પછી થઇ હોય અથવા તા.01/04/2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂંક તા. 01/04/2005 પછીની હોય તેવા તમામને મળીને અંદાજીત 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઇમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી છે. જેનો સરકારે સકારાત્મક નિર્ણય લીધો છે

Continue Reading

ગુજરાત

લિવર ટ્રાન્સપ્લાન્ટના 3 મહિનામાં 28 ટકા દર્દીનાં મોત

Published

on

By

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી કિડની હોસ્પિટલમાં છેલ્લા 9 વર્ષ દરમિયાન 2634 કિડની, 469 લિવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આ પૈકી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા 134, લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા 173 હોસ્પિટલમાં જ મૃત્યુ પામ્યાની વિગતો સામે આવી છે. ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ મૃત્યુ આંક કેવી રીતે હજુ ઘટાડવો તેના માટે સમિતિની પણ રચના કરવાની વિચારણા ચાલી રહી છે.વર્ષ 2015થી વર્ષ 2023 દરમિયાન જે વ્યક્તિએ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય તેમના એકંદર મૃત્યુની ટકાવારી કિડની ટ્રાન્સપ્લાન્ટની મૃત્યુની ટકાવારી કરતાં ઘણી વધારે હતી. લિવર ટ્રાન્સપ્લાન્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા વ્યક્તિઓમાં અનુક્રમે 28 ટકા અને બે ટકા લોકો ટ્રાન્સપ્લાન્ટ બાદ 3 મહિનામાં મૃત્યુ પામ્યા હતા.


સૂત્રોના જણાવ્યાનુસાર, ટ્રાન્સપ્લાન્ટ પછી ફોલો-અપ માટે ન આવેલા દર્દીઓની સ્થિતિ જાણવા માટે આઈકેડીઆરસીમાં કોઈ જ સિસ્ટમ ઉપલબ્ધ નથી. ટૂંકા ગાળામાં જ મૃત્યનું મુખ્ય કારણ ટ્રાન્સપ્લાન્ટ બાદ અંગોના અસ્વીકારને કારણે થયું હતું. ટૂંકા ગાળામાં અંગ ટ્રાન્સપ્લાન્ટ પછી દર્દીના મૃત્યુનું કારણ જાણવા એક સમિતિની રચના કરવા પણ વિચારણા ચાલી રહી છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીઓએ ડોક્ટરો દ્વારા આપવામાં આવતી પરેજી પાળવી ખૂબ જ જરૂૂરી છે. ઘણાં દર્દીઓ ટ્રાન્સપ્લાન્ટ બાદ ડાયેટનું પાલન કરતા નથી અને તેના લીધે તેમનું સ્વાસ્થ્ય કથળવાનું જોખમ વધી જાય છે.

Continue Reading

ગુજરાત

ગુલાબવિહાર સોસાયટીમાં બિમારીથી કંટાળી નેપાળી યુવાનનો આપઘાત

Published

on

By

ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં ગમગીની

શહેરના 150 ફૂટ રીંગ રોડ પર બીગબઝાર પાછળ ગુલાબ વિહાર સોસાયટીમાં રહેતા નેપાળી યુવાને બિમારીથી કંટાળી ગલેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.


જાણવા મળતી વિગત મુજબ ગુલાબવિહાર સોસાયટીમાં શ્રીનાથ રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં ચોકીદારની ઓરડીમાં રહેતા કૈલાશ તુલબહાદુર સાઉસ (ઉ.વ.36) નામના નેપાળી યુવાને આજે સવારે પોતાની ઓરડીમાં પંખા સાથે દોરડુ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં તાલુકા પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.


પ્રાથમિક તપાસમાં મૃતક કૈલાશ બે ભાઈ બે બહેનમાં મોટો અને તેને સંતાનમાં એક પુત્રી છે. વધુ તપાસમાં મૃતકને પરેલીસીસનો હુમલો આવી ગયો હોય જેથી બિમારીથી કંટાળી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.

Continue Reading
ગુજરાત13 hours ago

જૂની પેંશન યોજનાને લઈ સરકારનો મહત્વનો નિર્ણય, 2005 પહેલાંના કર્મીઓને મળશે જૂની પેન્શનનો લાભ

મનોરંજન13 hours ago

પિતા બનવા જઇ રહ્યો છે KLરાહુલ, પત્ની આથિયા શેટ્ટી છે પ્રેગ્નન્ટ, શેર કરી પોસ્ટ

ગુજરાત14 hours ago

લિવર ટ્રાન્સપ્લાન્ટના 3 મહિનામાં 28 ટકા દર્દીનાં મોત

ગુજરાત14 hours ago

ગુલાબવિહાર સોસાયટીમાં બિમારીથી કંટાળી નેપાળી યુવાનનો આપઘાત

ક્રાઇમ14 hours ago

તહેવારમાં રાજસ્થાન ફરવા ગયેલા દેવનગરના પરિવારના મકાનમાંથી 1.13 લાખની ચોરી

રાષ્ટ્રીય14 hours ago

કણ કણમાં વસ્યા છે ભગવાન રામ,જાણો આ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ વિષે

ગુજરાત14 hours ago

મુખ્ય માર્ગો પરથી વધુ 371 રેંકડી-કેબિન, બોર્ડ-બેનર, પાથરણાં જપ્ત

ગુજરાત14 hours ago

જંગલેશ્ર્વરના દબાણકારોને સાંભળી 3 સપ્તાહમાં જવાબ આપવા HCનો હુકમ

ગુજરાત14 hours ago

બેઝમેન્ટ હોલમાં ઓક્સિજન ઘટી જતા અફરાતફરી, 20થી વધુ મહિલા ઢળી પડી!

ગુજરાત14 hours ago

વધુ બે વિકેટ ખડી, આઇ.ટી.આઇ.ના બે પ્રિન્સિપાલને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા

રાષ્ટ્રીય2 days ago

પ્રયાગરાજમાં સંતોની સભામાં ભારે હંગામો, બે જૂથો સામસામે, એકબીજાને મારી થપ્પડ, જુઓ VIDEO

કચ્છ2 days ago

મુન્દ્રા પોર્ટ પરથી ‘લાલ’ રેતીનો ‘કાળો’ કારોબાર પકડાયો

આંતરરાષ્ટ્રીય2 days ago

બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ

આંતરરાષ્ટ્રીય2 days ago

ડ્રેગને ઓકાત બતાવી, સમજૂતિ બાદ પેટ્રોલિંગ માર્ગ નક્કી કરવામાં આડોડાઇ

ગુજરાત2 days ago

દિવાળી પહેલા જમીન મકાનમાં તેજી દેખાઈ, દસ્તાવેજ નોંધણીમાં 23 ટકાનો વધારો

ગુજરાત2 days ago

જામસાહેબની તબિયત લથડી, આરામની સલાહ

ગુજરાત2 days ago

ફાયર સેફ્ટી મુદ્દે તમામ સ્પામાં તપાસના આદેશ

આંતરરાષ્ટ્રીય2 days ago

‘ટ્રમ્પ મારા પિતા છે, તેમણે મારી માતા સાથે લગ્ન કર્યા…’ પાકિસ્તાની મુસ્લિમ યુવતીનો ચોંકાવનારો દાવો, જુઓ VIDEO

રાષ્ટ્રીય2 days ago

સરકારી સબસિડીની અસર જીડીપી ઉપર પડી શકે છે: આરબીઆઇ ગવર્નર

ગુજરાત2 days ago

તહેવારો પૂરા, 950 ધાર્મિક સહિતના દબાણોના ડિમોલિશનનો તખતો તૈયાર

Trending