ઉનાના રામેશ્ર્વર પાટિયા પાસે કાર-બાઇક વચ્ચે અકસ્માત, કોડીનારના યુવકનું મોત

ઉના-ભાવનગર રોડ પર રામેશ્વરના પાટિયા નજીક રાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે થયેલી ટક્કરમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું…

ઉના-ભાવનગર રોડ પર રામેશ્વરના પાટિયા નજીક રાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે થયેલી ટક્કરમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ યુવાનને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવાનનું નામ કિશન ભૂતભાઈ સોરઠિયા (રહે. કોડીનાર) છે. બાઈક પર સવાર અન્ય યુવાન ભાવેશ બાવજીભાઈ સોરઠિયા (ઉંમર 30, રહે. ભાચા) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે.આ અકસ્માત ભાવનગર રોડ પર રામેશ્વરના પાટિયા નજીક થયો હતો. પ્રાથમિક વિગતો મુજબ, રોંગ સાઈડમાં આવી રહેલા ડબલ સવારી બાઈક અને એક ઈકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.મૃતક કિશન અને ઇજાગ્રસ્ત ભાવેશ કાકા-મોટાબાપાના ભાઈઓ થાય છે. તેઓ પરિવારમાં સગાઈના પ્રસંગે મીઠું મોઢું કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.અકસ્માતની જાણ થતાં જ મૃતક અને ઇજાગ્રસ્ત યુવાનના પરિવારજનો હોસ્પિટલ પહોંચી ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *