કોર્ટે પોકસો સહિતની કલમ હેઠળ સજા ફટકારી
એકાદ વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના જમણવાવ ગામે રહેતા યુવાને એક સગીર નું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હોવાની પાલીતાણા ટાઉન પોલીસ માં ફરીયાદ નોંધાઇ હતી. આ અંગેનો કેસ ભાવનગરની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સામેનો ગુનો સાબીત માની આરોપીને કસુરવાન ઠરાવી જુદી જુદી કલમો હેઠળ 10 વર્ષની કેદની સજા અને રોકડ દંડ અદાલતે ફટકાર્યો છે.
આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ આ કામના આરોપી રવિભાઈ શાંતિભાઈ સરવૈયા ઉ.વ.20 રહે. જમણવાવ તા.પાલીતાણા, જી.ભાવનગર વાળાએ આ કામે ભોગ બનનાર સગીર વયની હોય તેનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એક સ્થળે લઇ જઇ ભોગ બનનાર સગીરવયની હોવાનું જાણવા છતા ભોગબનનાર ની સાથે બે વખત મરજી વિરૂૂધ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કરી ગુનો કર્યો હતો આ બનાવની પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારના પિતાએ ગત તા. 14/9/2024 ના રોજ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી રવિભાઈ શાંતિભાઈ સરવૈયા સામે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.આ અંગેનો કેસ ભાવનગર ના ત્રીજા એડીશનલ સેસન્સ જજ દવે ની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ ગીતાબા જાડેજા ની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી જુદી જુદી કલમો હેઠળ આરોપીને 10 વર્ષની કેદની સજા અને રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો.
