જામનગરના 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ

મિકલતની તબદીલી સમયે શહેર પ્રાંત અધિકારીશ્રીની મંજૂરી લેવાની રહેશે જામનગર શહેરના સીટી સર્વે-1માં સમાવિષ્ટ વિસ્તાર રાજગોર ફળી, ગણેશફળી, દેવબાગ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટ, સુતરીયા ફળી, વઝીર ફળી,…

મિકલતની તબદીલી સમયે શહેર પ્રાંત અધિકારીશ્રીની મંજૂરી લેવાની રહેશે

જામનગર શહેરના સીટી સર્વે-1માં સમાવિષ્ટ વિસ્તાર રાજગોર ફળી, ગણેશફળી, દેવબાગ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટ, સુતરીયા ફળી, વઝીર ફળી, શત્રુખાના, ડેલી ફળી, વજુ કંદોઇની ડેલી, બારોટ ફળી, ટાંક ફળી, હેવલી શેરી, ધોરમ ફળી, સોની ફળી, મોટુ ફળી, દેહરા ફળી, વંડા ફળી, ખારા કૂવા, સોઢાનો ડેલો, પુનાતર ફળી, ઘોઘીનો ડેલો, વારીયાનો ડેલો, ભોઇવાડો, કુંભારવાડો, ખવાસ વાડો, કોલીવાડ, અણદાબાવાનો ચકલો અને નાગર ચકલો તથા સીટી સર્વે-2માં સમાવિષ્ટ પંચવટી વિસ્તારમાં 22 માર્ચ 2031 સુધી 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે.

જેથી આ વિસ્તારમાં મિકલતની તબદીલી સમયે ગુજરાત અશાંત વિસ્તાર ખાતેની મિકલતની તબદીલી પર પ્રતિબંધ મુકવા તથા તે વિસ્તારોમાંથી ભાડૂતોને ખાલી કરાવવા માંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબત અધિનિયમ, 1991ની કલમ-4,5 તથા 5-(એ)ની જોગવાઇઓ મુજબ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારીશ્રી જામનગર શહેરની પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે. તેમ જામનગર જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *