બંધવાળી મેલડી માતાજીના દર્શને જતા યુવકનું બાઇક અકસ્માતમાં મોત

શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતો યુવાન પાંચ દિવસ પૂર્વે રાત્રીના સમયે બંધવાળી મેલડી માતાના દર્શને જતો હતો ત્યારે હુડકો ચોકડી નજીક ખોખડદળ નદીના પુલ પર યુવાને…

શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતો યુવાન પાંચ દિવસ પૂર્વે રાત્રીના સમયે બંધવાળી મેલડી માતાના દર્શને જતો હતો ત્યારે હુડકો ચોકડી નજીક ખોખડદળ નદીના પુલ પર યુવાને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થયુ હતું. બાઇક અકસ્માતમાં ઘવાયેલા યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર વિસ્તારમાં મચ્છુનગર આવાસ કવાર્ટર સામે રહેતા વિજય ધનજીભાઇ કુવરીયા નામનો 28 વર્ષનો યુવાન ગત તા.11/1/26ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં હુડકો ચોકડી અને ખોખડદળ નદીના પુલ વચ્ચે પોતાનુ બાઇક લઇ જઇ રહ્યો હતો. ત્યારે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા યુવકનુ સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન છ ભાઇ ત્રણ બહેનમાં વચેટ હતો અને મજૂરી કામ કરી પરિવારની આર્થિક મદદ કરતો હતો. યુવાન બાઇક લઇને બંધવાળા મેલડી માતાજીના દર્શને જતો હતો ત્યારે સર્જાયેલા બાઇક અકસ્માતમાં મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *