શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળે નજીવા પ્રશ્ર્ને મારામારી થઈ હતી. જેમાં ત્રણ યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ભગવતીપરામાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતાં વિશાલ વિજયભાઈ સોલંકી (ઉ.20)ને મુસ્તાકે માથામાં પાઈપ મારી દીધો હતો. જ્યારે રૈયાધાર ઈન્દિરાનગર રહેતાં કૌશલ નીતિનભાઈ મકવાણા (ઉ.22) સાથે ભાવેશ પ્રવિણ વોરા સહિતનાં શખ્સોએ ઝઘડો કરી ઢીકા પાટુ અને કાચની બોટલ વળે માર માર્યો હતો. જ્યારે વગડ ચોકડી પાસે રણછોડ કિશન (ઉ.18) ઉપર ચંદુ, જગમાલ અને હમાએ પાઈપ વડે હુમલો કર્યો હતો.
આ ઉપરાંત અન્ય બનાવમાં રેલનગરમાં આવેલા આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી રેશ્માબેન હુસેનભાઈ કુરેશી નામની 35 વર્ષની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
