જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગેરકાયદે નાણાં ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરાતી હોવાનો એક મામલો જામજોધપુર પોલીસ મથક સુધી પહોંચ્યો છે, અને એક ખેડૂત બે વ્યાજખોરોની ચુગાલમાં ફસાયા છે.
એક ખેડૂતે બે શખ્સો પાસેથી પોતાની જરૂૂરિયાત મુજબ 2021 સાલમાં ત્રણ લાખ રૂૂપિયા માસિક 30 ટકા ના વ્યાજ પર લીધા હતા.
તેણે અત્યાર સુધીમાં મુદ્દલ અને વ્યાજ સહિત રૂૂપિયા 14 લાખ ચૂકવી દેતા છતાં બંને વ્યાજખોરો હજુ વધુ નવ લાખ રૂૂપિયા ની માંગણી કરતા બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં વાઘ પતિ પાછળ રહેતા અને ખેતી કામ કરતા નિકુંજ જયંતીભાઈ નામના પટેલ ખેડૂત યુવાને પોતાની પાસેથી માસિક રૂૂપિયા 30 ટકા લેખે 14 લાખ જેટલું રાક્ષસી વ્યાજ ચૂકવી દીધા બાદ વધુ નવ લાખનું વ્યાજ ચૂકવવા માટે જામજોધપુર ના હોથીજી ખડબા ગામમાં રહેતા પ્રતિપાલસિંહ નાથુભા જાડેજા તેમજ ભાણવડ તાલુકાના વેરાડ ગામના ક્રિપાલસિંહ હરિસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છેમ.
.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ખેડૂત યુવાનને 2021 ની સાલમાં પૈસાની જરૂૂરિયાત પડી હોવાથી તેણે આરોપી પ્રતિપાલસિંહ પાસેથી રૂૂપિયા ત્રણ લાખ માસિક 30 ટકા જેટલી રકમનું કટકે કટકે વ્યાજ અને મુદ્દલ સહિત કુલ 14 લાખ રૂૂપિયા જેટલી રકમ પ્રતિપાલસિંહ અને તેના સાગરીત કૃપાલસિંહ જાડેજા ને ચૂકવી આપી હતી. ત્યારબાદ હજુ નવ લાખ રૂૂપિયા આપવા પડશે તેમ કહી ખેડૂત યુવાનને ધાકધમકી અપાતી હોવાથી આખરે આ મામલો જામજોધપુર પોલીસ મથકમાં લઈ જવાય છે, અને બંને વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલા માં પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.કે કંડોરીયા વધુ તપાસ ચલાવે છે.
