મોરબીની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર નિમાયા

મોરબી જિલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતોમાં ગઈકાલ રાત્રે વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. વહીવટદાર શાસન લાગુ થતાં જ આજ સવારથી માર્ગ અને મકાન પંચાયત…

મોરબી જિલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતોમાં ગઈકાલ રાત્રે વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. વહીવટદાર શાસન લાગુ થતાં જ આજ સવારથી માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિભાગ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને આઠ જેટલી વિવિધ સમિતિઓના ચેરમેનોની ચેમ્બરોને તાળા મારી દેવામાં આવ્યા છે અને કચેરીમાંથી તેમની નેમપ્લેટ ઉતારી લેવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લા પંચાયત પ્રમુખની કાર પણ કબજે લેવામાં આવી છે અને તેમાંથી ’પ્રેસિડેન્ટ’ની નંબર પ્લેટ પણ કાઢી લેવામાં આવી છે. ગઈકાલે વહીવટદાર શાસન આવતાની સાથે જ મોરબી જિલ્લા પંચાયત અને તમામ પાંચ તાલુકા પંચાયતોમાં આ કામગીરી શરૂૂ ક2ી દેવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *