મોરબી શહેરને સામાકાંઠા સાથે જોડતો રાજાશાહી વખતના એતિહાસિક પાડાપુલને રીપેરીંગ કરવા માટે ગત તા. 12 ફેબ્રુઆરીના રોજ બંધ કરી રીપેરીંગ કામગીરી કરવામાં આવી હતી અને 32 દિવસની મરમ્મત બાદ 33 માં દિવસે પાડા પુલને નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
મોરબીનો રાજશાની વખતનો પાડાપુલ નબળો થયો હોવાથી રીપેરીંગ કામગીરી કરવામાં આવી હતી પુલ ગત માસે બંધ કરી સ્પાન, જોઈન્ટ અને બેરીન બદલવાની કામગીરી કરવામાં આવી હતી પુલ બંધ થતા એક માસથી વધુ સમય સુધી નાગરિકોને થોડી હાલાકી સહન કરવી પડી હતી અને એસટી બસ સહિતના ભારે વાહનોને ફરીને બાયપાસ થઈને ચાલવું પડતું હતું.
મોરબીના પાડાપુલનું મચ્છુ જળ હોનારત બાદ રીપેરીંગ કરાયું હતું અને અંદાજે 40 વર્ષથી વધુ સમય બાદ ફરી પાડાપુલનું 1.30 કરોડના ખર્ચે તાજેતરમાં રીપેરીંગ કરાયું હતું પુલ નીચેના ભાગે અગાઉ 50 મીમીના રબ્બર નાખવામાં આવ્યા હતા જે હવે 90 મીમી કરવામાં આવ્યા છે અને પાડાપુલ આજે ખુલ્લો મુકતા વાહનચાલકોને રાહત મળી હતી.
