પૂરપાટ વેગે આવી રહેલા કાળમુખા ડમ્પરે બાઈકસવાર બુઝુર્ગને કચડી નાખ્યા

ત્રણબત્તી વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રન, બુઝુર્ગનો ભોગ લેવાયો જામનગર શહેરમાં ત્રણ બત્તી જેવા ભરચકક વિસ્તારમાં ગઈકાલે વધુ એક હિટ એન્ડ ની ઘટના બની…

ત્રણબત્તી વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રન, બુઝુર્ગનો ભોગ લેવાયો


જામનગર શહેરમાં ત્રણ બત્તી જેવા ભરચકક વિસ્તારમાં ગઈકાલે વધુ એક હિટ એન્ડ ની ઘટના બની હતી. જેમાં એક બુઝુર્ગ નો ભોગ લેવાયો છે.


બાઈક સવાર બુઝુર્ગ ને કાળમુખા ડમ્પર ચાલકે કચડી નાખતાં બનાવના સ્થળે કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું, લોહીનું ખાબોચીયું ભરાયું હોવાથી ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા.


આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રહેતા જયંતભાઈ કાંતિલાલ સંઘવી નામના 69 વર્ષના બુઝુર્ગ પોતાનું બાઈક લઈને ગઈકાલે બપોરે ત્રણ બત્તી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે.10 ટી.એક્સ. 9477 નંબરના ડમ્પર ના ચાલકે તેઓને હડફેટમાં લઈ ચગદી નાખ્યા હતા. જયંતભાઈ ના માથા પરથી ડમ્પરના તોતિંગ વ્હીલ ફરી વળતાં કચડાઈ જવાના કારણે બનાવના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જે સ્થળે લોહીનું ખાબોચિયું ભરાયું હોવાથી ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.


આ અકસ્માતના બનાવ સમયે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, અને ડમ્પર ચાલક પોતાનું વાહન છોડીને ભાગી છુટ્યો હતો. આ અકસ્માતના બનાવવા અંગે મૃતકના જમાઈ કલ્પેશભાઈ વલ્લભભાઈ ચૌહાણ એ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ડમ્પર કબજે કરી લીધું છે, અને વાહનચાલક ની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *