ગુજરાત
મોરબીમાં નકલી આઇએએસ બની 13 કરોડની છેતરપિંડી કરનાર ભોપાલનો શખ્સ જેલહવાલે
મોરબીમાં 4 વર્ષ પહેલા એક શખ્સએ પોતે આઈએએસની પરીક્ષા પાસ કરી કલેકટર માટે સિલેક્ટ થયા હોવાનો દાવો કરી મોરબીમાં અલગ અલગ લોકો પાસેથી 13.80 કરોડ જેટલી રકમની છેતરપિંડી કરવાની ઘટના બની હતી. જેનો આરોપી ભુજ જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઇ ગયાના અઢી વર્ષ બાદ ફરી પોલીસની ઝપટે ચઢી ગયો હતો, પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ ભુજ જેલ હવાલે કર્યો હતો. નોંધનીય છે કે આ આરોપીએ એક શખ્સને બેંકનો નકલી અધિકારી પણ બનાવી દીધો હતો અને એ રીતે લોકો સમક્ષ રજૂ કરી અન્યોનો વિશ્વાસ જીત્યો હતો.
બાદમાં પોલ છતી થઇ જતાં પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો, તેમ છતાં કળા ભૂલાઇ ન હતી અને પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો.
વર્ષ 2019માં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આઇપીસી કલમ 406,420 અંતર્ગત આરોપી વસંત કેશવજી ભોજવિયા પોતે આઇ એ એસ બની ગયા હોય અને કલેકટર બની ગયા હોય અને રૂૂપિયાની જરૂૂર હોવાથી ફરિયાદી પાસેથી કટકે કટકે 13.80 કરોડ જેટલી માતબર રકમ લઇ લીધી હતી. તેમજ અન્ય એક આરોપી સાથે મળી તેને નકલી બેન્ક અધિકારી બતાવી નકલી ડીડી બનાવી છેતરપિંડી કરવામાં આવી હતી.આ ઘટનામાં પોલીસે જેતે સમયે આરોપીને જેલ હવાલે કર્યો હતો. જે બાદ આરોપીને ભુજ જેલમાં ધકેલી દેવામાંઆવ્યો હતો. ત્યાંથી તેને થોડા સમય માટે પેરોલ પર મુક્ત કરાયા બાદ હાજર થવાને બદલે તે નાસી ગયો હતો.
જો કે કોર્ટે 23-03-2022ના રોજ હાજર થવા હુકમ કર્યો હોવા છતાં ફરાર થઈ ગયો હતો જે બાદ પોલીસે વસંતને એમપીના ભોપાલ સિટી માંથી ઝડપી લીધો હતો અને ફરી જેલ હવાલે કર્યો હતો.
ગુજરાત
અનેક મેડલ મેળવી ગોલ્ડન ગર્લ નામને સાર્થક કરે છે ભૂમિકા ભૂત
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા હોય,ખેલ મહાકુંભ હોય કે ડીજીપી કપ હોય દરેકમાં મેડલ,પ્રાઇઝ અને નંબર મેળવ્યા છે ભૂમિકા ભૂતે
પોલીસની ફરજ સાથે એથ્લેટિક્સ અને માઉન્ટેન્યરિંગમાં શિખરો સર કરી ભૂમિકા ભૂત સફળ બન્યા છે
2021ના વર્ષની વાત છે. ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા તથા પોલીસ વિભાગનો ડીજીપી કપ બંનેનું એક જ તારીખે આયોજન થયું હતું. ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતી એ દીકરીને બંનેમાં ભાગ લેવો હતો. ઉચ્ચ અધિકારીઓએ એકબીજા સાથે ચર્ચા વિચારણા કરી ડીજીપી કપની તારીખ બદલાવી અને બીજા દિવસની રાખી કારણ કે અધિકારીને ખબર હતી કે આ દીકરી બંને સ્પર્ધામાં જરૂૂર વિજેતા બનશે. ગિરનાર આરોહણ સ્પર્ધામાં 2200 પગથિયા 37 મિનિટમાં ચડી-ઉતરીને 2 વાગે ઈનામ વિતરણ પૂર્ણ કરી તેણી રાત્રે 12 વાગ્યે ગાંધીનગર કરાઇ ખાતે પહોંચે છે અને સવારે રિપોર્ટિંગ ટાઈમે પહોંચી જાય છે. ગિરનાર ખાતે નેશનલ સ્પર્ધા હોવાથી બધા જ પ્રયત્નો લગાવી દીધા હતા.આ ઉપરાંત 12 કલાકનું ટ્રાવેલિંગ કરવાથી પગ એકદમ જકડાઈ ગયા હતા.
એક ડગલું પણ ચાલી શકાય તેમ નહોતું આમ છતાં અધિકારીઓએ મૂકેલ વિશ્વાસને સાબિત કરવા તેણી 800 મીટર અને 1500 મીટર દોડીને વિજેતા થઇ. કોઈપણ પર્વત ચડીને સામાન્ય માણસ ચાલવામાં મુશ્કેલી અનુભવે ત્યારે આ દીકરીએ દોડ સ્પર્ધામાં વિજય મેળવ્યો. ગુજરાત પોલીસમાં ફરજ બજાવવા સાથે એથ્લેટિક્સ માં પણ અવ્વલ રહેતી આ દીકરી એટલે હાલ મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ભૂમિકાબેન ભૂત.
ગાંધીનગરમાં જન્મ તથા ભૂકંપ બાદ મોરબી નજીક ચાચાપરમાં અભ્યાસ કર્યો. ધોરણ 12માં 96% સાથે ઉત્તીર્ણ થયા જેથી પરિવારની ઈચ્છા દીકરીને ડોક્ટર બનાવવાની હતી પરંતુ દીકરીને નેવીમાં જોડાઈને દેશ માટે કંઈક કરી છૂટવું હતું. નેવીની પરીક્ષામાં પાસ પણ થઈ ગયા છતાં ઘરના વડીલોની મંજૂરી ન મળતા તેઓ આગળ અભ્યાસ કરવા રાજકોટ આવ્યા.રાજકોટમાં ફાર્મસી સાથે સાથે બીએસસીનો અભ્યાસ કર્યો,ત્યારબાદ જીપીએસસીની પરીક્ષાની તૈયારી દરમિયાન પોલીસ ભરતી આવી, જેમાં તેઓ ઉતીર્ણ થયા.ટ્રેનિંગ દરમિયાન ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પણ ભાગ લીધો. 2017-18માં જિલ્લા અને રાજ્ય લેવલે ખેલ મહાકુંભમાં હારનો સામનો કરવો પડ્યો ત્યારે દિલમાં લાગી આવ્યું અને નક્કી કર્યું કે હવે પછી કોઈપણ સ્પર્ધામાં જીત મેળવીને જ રહીશ. તેમના આ નિર્ધાર બાદ તેઓએ ક્યારેય પાછું વળીને જોયું નથી.
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા હોય કે ખેલ મહાકુંભ હોય કે ડીજીપી કપ હોય દરેકમાં મેડલ,પ્રાઇઝ અને નંબર મેળવ્યા છે.સ્પોર્ટ્સ માટે દોડવાની પ્રેક્ટિસ અને શારીરિક શ્રમ કરતા જોઈને ઉપરી અધિકારી એસપી ઓડેદરા સાહેબે એવરેસ્ટ સર કરવા માટે સૂચન કર્યું જે ભૂમિકાએ ખુશીથી વધાવી લીધું.
મનાલી ખાતે બેઝિક ટ્રેનિંગ,એડવાન્સ ટ્રેનિંગ બાદ 7000 ફૂટનો કોઈપણ એક પર્વત સર કરેલો હોવો જોઈએ જેમાં તેઓએ માઉન્ટ મનાસ્લુ સર કર્યું. ત્યારબાદ એવરેસ્ટ માટે પણ ખૂબ તૈયારી કરી પરંતુ એવરેસ્ટ થી 400 મીટર દૂર હતા ત્યારે અનકન્ડિશનલ વેધરના કારણે તેઓએ પાછું ફરવું પડ્યું તેઓ જણાવે છે કે, “આ એક નિરાશાજનક પળ હતી કે સામે મંઝિલ દેખાઈ રહી હતી છતાં ત્યાં પહોંચવું અશક્ય હતું.સમગ્ર મોરબી જિલ્લાની નજર મારા પર હતી.આ માટે સારો એવો ખર્ચ પણ કરવો પડ્યો હતો છતાં સફળતા ન મળી.આવા અનુભવો જ જીવનનો પાઠ શીખવે છે.” હજુ પણ તેઓ ફરી એવરેસ્ટ સર કરવા માટે જવાના છે.
એથ્લેટ તરીકે સફળ ભૂમિકાબેનને ગોલ્ડન ગર્લ તરીકે નવાજવામાં આવ્યા છે.પોતાની સફળતામાં માતા મંજુલા બેન,પિતા દુર્લભજી ભાઈ તથા પરિવારજનોનો ખૂબ સહકાર મળ્યો છે.એવરેસ્ટ સર કરવા જ્યારે 45 લાખનો ખર્ચ થવાનો હતો ત્યારે પરિવાર,પોલીસ પરિવાર અને મોરબી સિરામિક ઉદ્યોગે સપોર્ટ કર્યો આ ઉપરાંત દરેક ઉપરી અધિકારીઓનો ખૂબ સાથ સહકાર મળ્યો છે.
ભવિષ્યની યોજના અને સ્વપ્ન વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે,”જ્યારે ગુજરાત તરફથી સ્પર્ધામાં રમવાનું હોય ત્યારે એક અનુભવ એવો થતો કે ગુજરાતમાંથી સ્પર્ધકો ઓછા હોય છે.રમત પ્રત્યે ગુજરાતીઓનું વલણ નિરાશાજનક છે તેથી યુવાનો રમતગમત પ્રત્યે રસ લે તે પ્રકારે કામગીરી કરવી છે. અત્યારે પણ તેઓ પોલીસની ભરતીની તૈયારી કરતા યુવાનોને નિ:શુલ્ક ટ્રેનિંગ આપે છે અને દરેક રીતે મદદ કરવા માટે તૈયા રહે છે.એવરેસ્ટ સફર બાદ લખેલ પુસ્તક ‘હૈયું, હાડ અને હિમાલય’નો હેતુ પણ એ જ છે કે વધુમાં વધુ યુવાનો રમતગમત પ્રવૃત્તિમાં રસ લે.ભૂમિકા ભૂતને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ગામ લોકો હાંસી ઉડાવતા… દોડી દોડીને શું કરશે?
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે કોઈ પણ કામ હોય સખત મહેનત કરો. નિરાશ થવાની જરૂૂર નથી.લોકો શું બોલશે તેની પરવા ન કરો. એક સમય આવશે કે જ્યારે નિંદા કરનાર જ તમારી પ્રશંસા કરશે. હું જ્યારે પોલીસ ભરતીની તૈયારી માટે દોડવાની પ્રેક્ટિસ કરતી હતી ત્યારે ગામના લોકો હાંસી ઉડાવતા અને પરિવારજનોને કહેતા કે દોડી દોડીને શું કરશે?એ જ લોકો આજે સફળતા મળતા સન્માન કરી રહ્યા છે. માટે લોકો તમારું સન્માન કરે,વખાણ કરે કે નિંદા કરે તેનો ફરક તમને પડવો ન જોઈએ.
ખરા અર્થમાં છે ગોલ્ડન ગર્લ
અનેક ચંદ્રકો, ઈનામો, સન્માનપત્રો પ્રાપ્ત કરનાર ભૂમિકા બેનની સફળતાની યાદી રસપ્રદ છે. ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ચાર વખત રાજ્ય કક્ષા અને ચાર વખત રાષ્ટ્રીય કક્ષાએ એમ આઠ વખત જીત્યા છે. ખેલ મહાકુંભ એથ્લેટિકસમાં ત્રણ વખત જીત્યા. ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ એથ્લેટિકસ સ્પર્ધા ત્રણ વખત જીત્યા. ઓલ ઈન્ડિયા પોલીસ ડિપાર્ટમેન્ટ એથ્લેટિકસ સ્પર્ધા રમ્યાં.અમદાવાદ,રાજકોટ વગેરે અનેક મેરેથોન રમી તેમાં મેડલ્સ જીત્યા. વિશ્વનું આઠમા નંબરનું માઉન્ટ મનાસ્લુ સર કર્યું. ટોપ ઓફ ધ વર્લ્ડ માઉન્ટ એવરેસ્ટ ચડ્યા. આ ઉપરાંત 30 થી વધુ ગોલ્ડ મેડલ્સ મેળવીને અનેક એથ્લેટિકસ સ્પર્ધાઓમાં વિજેતા બન્યા છે.
Wrritten by: Bhavna Doshi
ગુજરાત
રાજુલા નજીક બોલેરો પલટી જતાં 20 યાત્રાળુઓ ઘવાયા
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર એક દુર્ઘટનાની ઘટના બની છે, જેમાં યાત્રાળુઓ ભરેલું બોલેરો પલટી મારતા 20 જેટલા લોકોને ઇજા પહોંચી છે. આ અકસ્માતની ઘટના રાજુલા તાલુકાના હિડોરણા ગામ નજીક બની હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી અનુસાર, બોલેરોના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. આ સમયે બોલેરો બગદાણા તરફથી ઉના પરત ફરી રહ્યો હતો.
આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યાત્રાળુઓને નાની-મોટી ઇજાઓ થઈ છે. ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી રાજુલા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. તેમ છતાં દુર્ઘટના બાદ લોકોનાં ટોળાં ઘટના સ્થળે એકઠા થઈ ગયાં હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂૂ કરી દીધી છે. આ ઘટનાની વિગતવાર તપાસ માટે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વિગતો એવી પણ સામે આવી છે કે, ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં અકસ્માતમાં 15થી 20 જેટલા યાત્રાળુઓને ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી રાજુલા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને અત્યારે પોલીસે પણ આગળની કાર્યવાહી શરૂૂ કરી દીધી છે.
ગુજરાત
વિસાવદરના જાંબુડામાં દારૂના નશામાં યુવાન અગાશી પરથી પટકાતાં મોત
વિસાવદરના જાંબુડા ગામે ખેત મજુરી અર્થે આવેલો યુવાન બે દિવસ પૂર્વે રાત્રીના દારૂૂના નશામાં અગાસી ઉપરથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવારમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વિસાવદર તાલુકાના જાંબુડા ગામે ખેત મજૂરી અર્થે આવેલા રમેશ ખમ્માભાઈ ખાવરા નામનો 42 વર્ષનો યુવાન ત્રણ દિવસ પૂર્વે રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં વિપુલભાઈની વાડીએ પહેલા માળે હતો. ત્યારે દારૂૂના નશામાં નીચે પટકાયો હતો. યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે વિસાવદર અને જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જ્યાં તેનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.આ ઉપરાંત અન્ય બનાવમાં જેતપુરના પાંચ પીપળા ગામે રહેતા ગોરધનભાઈ રવજીભાઈ બગડા નામના 35 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. જ્યારે શાપરમાં આવેલા ગણેશનગરમાં રહેતા નિલેશ ભુરાભાઈ રાઠોડ નામના 22 વર્ષના યુવાન અકળ કારણસર એસિડ ગટગટાવી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર બંને યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
ગુજરાત4 hours ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD રજીસ્ટ્રેશન ફી વધારો પાછો ખેંચવા માટે NSUI તરફથી આવેદન
-
ગુજરાત6 hours ago
ગુજરાતના આણંદમાં બુલેટ ટ્રેનનો બ્રિજ ધરાશાયી, 3 મજૂરોના મોત
-
રાષ્ટ્રીય4 hours ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
આંતરરાષ્ટ્રીય4 hours ago
‘ટ્રુડો ભારતમાંથી ભાગી ગયેલા કટ્ટરપંથીઓ અને ગુનેગારોને કેનેડામાં આપે છે આશ્રય’, ભૂતપૂર્વ કેનેડિયન અધિકારીએ ખોલી પોલ
-
આંતરરાષ્ટ્રીય55 mins ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
રાષ્ટ્રીય4 hours ago
હૈદરાબાદ: પહેલા મોઢામાં ફટાકડા અને હવે માથું તૂટ્યું… અઠવાડિયામાં બે વખત મહાત્મા ગાંધીની પ્રતિમાનું અપમાન
-
ક્રાઇમ2 hours ago
રાજકોટની સગીરા પર વળગાડ કાઢવાના બહાને ભુવાજીનું દુષ્કર્મ
-
રાષ્ટ્રીય5 hours ago
હરિયાણાના ગુરુગ્રામમાં હાઈ સ્પીડનો કહેર કાર ડિવાઈડર સાથે અથડાઈ, 2ના મોત