ગુજરાત

મોરબીમાં નકલી આઇએએસ બની 13 કરોડની છેતરપિંડી કરનાર ભોપાલનો શખ્સ જેલહવાલે

Published

on

મોરબીમાં 4 વર્ષ પહેલા એક શખ્સએ પોતે આઈએએસની પરીક્ષા પાસ કરી કલેકટર માટે સિલેક્ટ થયા હોવાનો દાવો કરી મોરબીમાં અલગ અલગ લોકો પાસેથી 13.80 કરોડ જેટલી રકમની છેતરપિંડી કરવાની ઘટના બની હતી. જેનો આરોપી ભુજ જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઇ ગયાના અઢી વર્ષ બાદ ફરી પોલીસની ઝપટે ચઢી ગયો હતો, પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ ભુજ જેલ હવાલે કર્યો હતો. નોંધનીય છે કે આ આરોપીએ એક શખ્સને બેંકનો નકલી અધિકારી પણ બનાવી દીધો હતો અને એ રીતે લોકો સમક્ષ રજૂ કરી અન્યોનો વિશ્વાસ જીત્યો હતો.


બાદમાં પોલ છતી થઇ જતાં પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો, તેમ છતાં કળા ભૂલાઇ ન હતી અને પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો.


વર્ષ 2019માં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આઇપીસી કલમ 406,420 અંતર્ગત આરોપી વસંત કેશવજી ભોજવિયા પોતે આઇ એ એસ બની ગયા હોય અને કલેકટર બની ગયા હોય અને રૂૂપિયાની જરૂૂર હોવાથી ફરિયાદી પાસેથી કટકે કટકે 13.80 કરોડ જેટલી માતબર રકમ લઇ લીધી હતી. તેમજ અન્ય એક આરોપી સાથે મળી તેને નકલી બેન્ક અધિકારી બતાવી નકલી ડીડી બનાવી છેતરપિંડી કરવામાં આવી હતી.આ ઘટનામાં પોલીસે જેતે સમયે આરોપીને જેલ હવાલે કર્યો હતો. જે બાદ આરોપીને ભુજ જેલમાં ધકેલી દેવામાંઆવ્યો હતો. ત્યાંથી તેને થોડા સમય માટે પેરોલ પર મુક્ત કરાયા બાદ હાજર થવાને બદલે તે નાસી ગયો હતો.


જો કે કોર્ટે 23-03-2022ના રોજ હાજર થવા હુકમ કર્યો હોવા છતાં ફરાર થઈ ગયો હતો જે બાદ પોલીસે વસંતને એમપીના ભોપાલ સિટી માંથી ઝડપી લીધો હતો અને ફરી જેલ હવાલે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version