ચોટીલા તાલુકાના ચીરોડા ગામના વતની અને હાલ પડધરીના રંગપર પાસે રેતીના પ્લાન્ટમા કામ કરતા આધેડ કામ કરીને ઘરે જઇ રહયા હતા ત્યારે કાર ચાલકે રાહદારી આધેડને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો ગંભીર રીતે ઘવાયેલા આધેડનુ મોત નિપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલાના ચીરોડા ગામના વતની અને હાલ પડધરીના રંગપર પાસે રેતીના પ્લાન્ટમા કામ કરતા ધનજીભાઇ ઉકાભાઇ ચાવડા (ઉ.વ. પ0) સાંજના સાતેક વાગ્યાના અરસામા મજુરી કામ કરી ચાલીને ઘરે જતા હતા ત્યારે કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા જયા તેમનુ મોત નિપજયુ હતુ. આધેડના મોતથી પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે.
આ ઉપરાંત બીજા બનાવમા મુળ ઉતરપ્રદેશના વતની અને હાલ શાપરમા રહેતો રણજીત પાલસિંગભાઇ પાલ નામનો 30 વર્ષનો યુવાન 3 દિવસ પુર્વે આટકોટ પાસે હાઇવે પરથી અકસ્માત સબબ ઇજાગ્રસ્ત હાલતમા મળી આવતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરાયો હતો જયા તેનુ સારવાર દરમિયાન મોત નિપજતા શ્રમીક પરિવારમા શોકની લાગણી પ્રસરી છે. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
