જસદણમાં 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ

જસદણમાં રહેતી એક પરિવારની 16 વર્ષની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજરનાર લુહાર શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.તેમજ સગીરાનું મેડીકલ…

જસદણમાં રહેતી એક પરિવારની 16 વર્ષની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજરનાર લુહાર શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.તેમજ સગીરાનું મેડીકલ ચેકઅપ કરાવવા તજવીજ હાથ ધરી છે.મળતી વિગતો મુજબ જસદણમાં રહેતી 16 વર્ષની સગીરાની ફરિયાદ ને આધારે જસદણ પોલીસે રોહિત રમેશભાઈ પીઠવા (ઉવ29)સામે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.ફરિયાદમાં સગીરાએ જણાવ્યા મુજબ તેનો પરિચય રોહિત સાથે થયા બાદ બન્ને અવાર નવાર મળતા હતા તે દરમિયાન રોહિતે સગીરા સાથે લગ્નની લાલચ આપી તેની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબધ બાંધ્યો હતો.

સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર રોહિત 29 વર્ષનો હોય અને સગીરા 16 વર્ષની હોય આ અંગે પરિવારને જાણ થતા સગીરાના પરિવારે જસદણ પોલીસમે આ મામલે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી આરોપી રોહિત પીઠવાની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવા તેમજ સગીરા અને રોહિતનું મેડીકલ ચેકઅપ કરાવવા તજવીજ કરી વધુ તપાસ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *