Connect with us

ગુજરાત

માળિયા મિયાણા નજીક 268 ચોરાઉ કોલસાના બાચકા સાથે શખ્સ ઝડપાયો

Published

on


માળિયા મિયાણાના નવલખી પોર્ટ નજીક મોરબી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક બોલેરો કારમાં ચોરાઉ કોલસાના જથ્થાની હેરાફેરી થતી હોય આ બાતમી આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી અને 268 જેટલા કોથળામાં 23,360ની કિંમતનો 58 40 કિલો ચોરાઉ કોલસા સાથે બે શખ્સને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી બોલેરો કાર, બોટ તેમજ ચોરાઉ કોલસા સહિત રૂૂ. 2 38 360ની કિંમતનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.


માળીયા મીયાણા તાલુકાના જુમ્મા વાડી વિસ્તાર પાસે બોલેરો કારમાં શંકાસ્પદ રીતે કોથળામાં ઇન્ડસ્ટ્રિયલ કોલસાની હેરાફેરી થતા હોવાની મોરબી એસઓજીની ટીમને બાપની મળી હતી આ બાતમીના આધારે એસોજીપીઆઈ એમપી પંડ્યા અને સ્ટાફ દ્વારા જુમાવાડી વિસ્તારમાં દરોડો પાડયો હતો અને બોલેરો કારની તપાસ કરતા તેમાંથી ઇન્ડસ્ટ્રિયલ કોલસા ભરેલા કોથળા મળી આવ્યા હતા. આ ઉપરાંત દરિયામાંથી બહાર કાઢવામાં આવેલી બોટની પણ તપાસ કરતા આ કોલસો ચોરીનો હોવાનું સામે આવતા એસોજીની ટીમે રૂૂ. 23,360ની કિંમતનો 5,840 કિગ્રાના 268 કોથળા કોલસો પકડી પાડ્યો હતો, આ ઉપરાંત રૂૂપિયા બે લાખની કિંમતની કાર 15000ની કિંમતની બોટ સહિત 2,38,360 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ હેરાફેરી સાથે ઝડપાયેલા હારૂૂન સુલેમાન સાઈચા ઝફર ઓસમાણ પરારને ઝડપી લીધા હતા અને બંને આરોપીઓને માળિયા પોલીસ સ્ટેશન હવાલે કરતા માળિયા પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ 106 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ગુજરાત

ખંભાળિયા: સ્વચ્છતા-સેવાના મુદ્દે પટેલ હોસ્પિટલે મેળવ્યો પ્રથમ ક્રમાંક

Published

on

By

ખંભાળિયામાં નગરપાલિકા તેમજ સરકારી તંત્ર દ્વારા સ્વચ્છતા સંદર્ભે વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ખંભાળિયા શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ મળે તે માટે તંત્ર દ્વારા લોકોને અપીલ સાથે વિવિધ પ્રકારની ઝુંબેશ આદરવામાં આવી રહી છે. સાથે સાથે વિવિધ ધંધાકીય એકમોમાં પણ આ પ્રકારે લેવામાં આવતા પગલાં વચ્ચે ક્રમાંક સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.

ખંભાળિયા શહેરમાં કાર્યરત વિવિધ હોસ્પિટલોમાં સ્વચ્છતા સહિતની બાબતે ચોક્કસ અધિકારીઓની ટીમ દ્વારા વિવિધ પ્રકારના સર્વેક્ષણ બાદ અત્રે જડેશ્વર રોડ ઉપર આવેલી પટેલ મેટરનીટી હોમ એન્ડ આઈવીએફ સેન્ટરને આ મુદ્દે પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. આ મુદ્દે પટેલ હોસ્પિટલના ડાયરેક્ટર ડો શાલીન પટેલ તથા ડો. બીજલબેન પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સ્વચ્છતાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે. તે માટે અલગ અલગ કન્ટેનરો તેમજ ચોક્કસ સ્ટાફની નિયુક્તિ પણ કરવામાં આવી છે. હોસ્પિટલને પ્રાપ્ત થયેલા પ્રથમ ક્રમાંકમાં સ્વચ્છતા સાથે દર્દીઓને મળતી વિવિધ પ્રકારની જરૂરી સુવિધાઓ તેમજ સરકારના નિયમોની થતી ચુસ્ત અમલવારીને ધ્યાને લેવામાં આવે છે.

આ સર્વેક્ષણ સરકારના નિયત પ્રતિનિધિ તેમજ નગરપાલિકા સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. જેમાં આ હોસ્પિટલ માટે સિટીઝન ફીડબેકને પણ ધ્યાને લેવામાં આવ્યું હતું. સરકારના સ્વચ્છ ભારત મિશન ઉદ્દેશ સહિતની બાબતોને ધ્યાને લઈ અને પટેલ હોસ્પિટલને સ્વચ્છતા અને ચોખ્ખાઈ માટે આ સર્ટિફિકેટ સાંપળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. પટેલ દંપતી સામાજિક તેમજ સેવાકાર્યોમાં પણ અગ્રેસર રહે છે. સાથે સાથે સુવ્યવસ્થિત રીતે દર્દીઓની સેવા અને સરકાર દ્વારા આપવામાં આવેલા આ સર્ટિફિકેટ બદલ નગર નગરજનોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. 
Continue Reading

ક્રાઇમ

ભાણવડમાં સહાયની બાકી ચુકવણી સંદર્ભે લાંચ લેતા આસિસ્ટન્ટ વર્ક મેનેજર ઝડપાયો

Published

on

By

  • રૂ. 3,500 ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધો –

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે સરકારની મનરેગા યોજનામાં બાકી ચુકવણી સંદર્ભ આસામી પાસેથી રૂપિયા 3,500 ની લાંચ લેતા કરાર આધારિત આસિસ્ટન્ટ વર્ક મેનેજર ઝડપાઈ ગયો હતો. 

આ સમગ્ર પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ સરકારની રોજગાર અર્થની મનરેગા યોજનાની વિવિધ આશરે 266 યોજનાઓ પૈકી વાઢીયું ઘાસની વાવણી કરવા માટે એક આસામી દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સરકાર દ્વારા રૂપિયા 23,000 ની રકમ મંજૂર કરાઈ હતી. જે પૈકી રૂ. 14,000 ની રકમ અરજદારને મળી ગઈ હતી. જ્યારે બાકી રહેતા રૂ. 9,000 ની ચુકવણી માટે અરજદાર પાસેથી ભાણવડ તાલુકા પંચાયતમાં આસિસ્ટન્ટ વર્ક મેનેજર કરાર આધારિત તરીકે કામ કરતા મિહિર વી. બારોટ દ્વારા રૂ. 3,500 ની માંગણી કરવામાં આવી હતી.

લાંચની આ રકમ અરજદાર આપવા માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરો વિભાગનો સંપર્ક કર્યો હતો. જેને અનુલક્ષીને રાજકોટ એ.સી.બી. એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના વડપણ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા એ.સી.બી. પી.આઈ. એસ.સી. શર્મા દ્વારા આ અંગે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજરોજ સવારે ભાણવડમાં જકાતનાકા પાસે આવેલી દ્વારકાધીશ પાન નામની દુકાન નજીક આરોપી મિહિર બારોટને ફરિયાદી પાસેથી રૂ. 3,500 ની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો હતો.
   આ બનાવે ભાણવડ સાથે જિલ્લાભરના સરકારી કર્મચારીઓમાં ભારે ચર્ચા જગાવી છે.
Continue Reading

ગુજરાત

બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયેલા યુવાનનું હાર્ટએટેક આવતા મોત

Published

on

By

શહેરમાં થોડા સમય પહેલા જ પ્ર.નગર પોલીસ મથકમાં અરજી કરવા ગયેલા ફર્નિચરના વેપારીનું પોલીસ મથકમાં જ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે આવો જ એક વધુ બનાવ બી ડીવીઝન પોલીસ મથકમાં બનાવા પામ્યો છે. જેમાં મોરબી રોડ પર ન્યુ જલારામ સોસાયટીમાં રહેતો યુવાન દારૂડીયા સાથે માથાકુટ થતા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે ગયો હતો ત્યારે પોલીસ મથકમાં જ એકા એક ગભરામણ થતા ઢળી પડ્યો હતો. જેથી પોલીસ સ્ટાફ દ્વારા સીપીઆર આપવામાં આવ્યું હતું. આમ છતાં, તેનો જીવ બચ્યો ન હતો. આ બનાવથી છ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.


જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર જકાતનાકા પાસે આવેલી ન્યુ જલારામ સોસાયટીમાં રહેતા અલ્પેશ અરજણભાઇ દામાણી (ઉ.વ.36) નામનો યુવાન તેના પિતારાઇ ભાઇ અમીતભાઇ સાથે ગઇકાલે રાત્રે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે ગયો હતો ત્યારે અચાનક તેને છાતીમાં ગભરામણ થયા બાદ પોલીસ મથકમાં જ ઢળી પડતા ત્યાં હાજર પોલીસ સ્ટાફ દ્વારા યુવાનને સીપીઆર આપવામાં આવ્યા હતા. પરંતુ તે ભાનમાં ન આવતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો. હાર્ટએટેક આવતા મોત નીપજ્યું હતું.


પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઇ ત્રણ બહેનમાં વચેટ અને ઇમીટેશનનું કામ કરતો હતો તેને સંતાનમાં છ વર્ષની પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં તે ગઇકાલે રાત્રે ઘર નજીક આટો મારવા નીકળ્યો હતો ત્યારે અજાણ્યો શખ્સ શેરીમાં દારૂ પીતો હોય તેની પાસેથી નીકળતા આ શખ્સે ‘તારે અહીંથી નીકળવાનું નહીં’ કહીને માથાકુટ કરી ઝાપટ મારી હતી. જેથી તેઓ પિતરાઇ ભાઇ સાથે આ શખ્સ વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે જ હાર્ટએટેક આવતા તેમનું મોત નીપજ્યું હતુ.ં

Continue Reading
ધાર્મિક2 hours ago

31 ઓક્ટોબર કે 1 નવેમ્બર જાણો કયારે છે દિવાળી, અહીં જાણો સાચી તારીખ

રાષ્ટ્રીય2 hours ago

આખી રાત મચ્છર મારવાનું મશીન ચલાવવું સવાસ્થ્ય માટે છે હાનીકારક, થઇ શકે છે ગંભીર બીમારીઓ

આંતરરાષ્ટ્રીય3 hours ago

દિવાળી પહેલા ભારત-ચીન સૈનિકો LAC પર ડેમચોક અને ડેપસાંગથી પાછા હટી જશે

ગુજરાત3 hours ago

ખંભાળિયા: સ્વચ્છતા-સેવાના મુદ્દે પટેલ હોસ્પિટલે મેળવ્યો પ્રથમ ક્રમાંક

ધાર્મિક3 hours ago

દિવાળીએ વાસ્તુ અનુસાર ઘરમાં કરાવો આ કલર, દેવી લક્ષ્મી કરશે ધનનો વરસાદ

ક્રાઇમ3 hours ago

ભાણવડમાં સહાયની બાકી ચુકવણી સંદર્ભે લાંચ લેતા આસિસ્ટન્ટ વર્ક મેનેજર ઝડપાયો

ગુજરાત3 hours ago

બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયેલા યુવાનનું હાર્ટએટેક આવતા મોત

આંતરરાષ્ટ્રીય3 hours ago

ઇઝરાયલે અલજઝીરાના છ પત્રકારોને આતંકી જાહેર કર્યા

રાષ્ટ્રીય3 hours ago

ઉત્તરપ્રદેશમાં ઈન્ડિયા ગઠબંધનમાં બળવો, સપાના ઉમેદવાર સામે કોંગી નેતાએ ફોર્મ ભર્યુ

રાષ્ટ્રીય3 hours ago

કાનૂની ડિગ્રી વિના સુપ્રીમમાં પત્રકારો કવરેજ કરી શકશે

ગુજરાત7 hours ago

સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી મામલે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, SCએ કહ્યું – જમીનનો કબજો સરકાર પાસે જ રહેશે

ગુજરાત1 day ago

ગુરુપુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદીનું શુકન સાચવતા ગ્રાહકો

ગુજરાત1 day ago

કૃષિ રાહત પેકેજ આવકાર્ય પણ સમયસર ચૂકવાય તો ખેડૂતોને શિયાળુ પાકમાં કામ આવે

ગુજરાત1 day ago

રાજકોટ જેલના કેદીઓની કામગીરીની પ્રશંસા કરતું રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ

ગુજરાત1 day ago

ડિપાર્ટમેન્ટના અધ્યાપકોને હાંસિયામાં ધકેલી કોલેજોના આચાર્યોને બનાવાયા ભવનના વડા

ગુજરાત1 day ago

વેજાગામ-વાજડી-સોખડા-મનહરપુર સહિત 3 ટીપી સ્કીમનો મુસદ્દો જાહેર

ગુજરાત1 day ago

CBSC દ્વારા ધો.10 અને 12ની પ્રેેક્ટિકલ પરીક્ષા તા.1 જાન્યુઆરીથી શરૂ

ગુજરાત1 day ago

ગંદકી સબબ 40 વેપારીઓ પાસેથી મનપાએ રૂા.19150નો દંડ વસુલ્યો

ગુજરાત3 hours ago

ખંભાળિયા: સ્વચ્છતા-સેવાના મુદ્દે પટેલ હોસ્પિટલે મેળવ્યો પ્રથમ ક્રમાંક

આંતરરાષ્ટ્રીય1 day ago

જસ્ટિન ટ્રુડો કેનેડામાં જ ઘેરાયા, 28મી સુધીમાં રાજીનામું આપવા તેના જ સાંસદની માગણી

Trending