જેતપુરના કપડાના વેપારી અને સોશીયલ મીડીયા ઇંફ્લુએન્સરને કપડાના શો રૂૂમનું પ્રમોશન નહી કરવા રાજકોટના શખ્સે ફોન ઉપર વેપારી તેમજ તેના પત્ની અને સાથે વિડીયો બનાવનાર અન્ય બે સોશીયલ મીડીયા ઇંફ્લુએન્સરને ગાળો આપી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુરમાં થાણા ગાલોલ ગામ મેલડી માતાજીના મંદિરે જવાના રસ્તે રહેતા અને જેતપુર ખાતે શુભ ફેશન હબ નામની કપડાની દુકાન તથા શોસીયલ મીડીયા મારફતે પ્રમોશનના વીડીયો બનાવતા સોશીયલ મીડીયા ઇફ્લુએન્સર રાજભાઈ પ્રવિણભાઈ ઉંધાડની ફરિયાદને આધારે રાજકોટના અશ્વીનભાઈ લાલજીભાઇ રૈયાણીનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યું કે,ગઇ તા. 20/02/2026 ના રોજ બપોરના બારેક વાગ્યાની આસપાસ તેમના મોબાઈલ ઉપર ફોન આવેલ અને મારી સાથે વાત કરતા જણાવેલ કે, તમો ઇન્સ્ટાગ્રામમાં તમારી શુભ ફેશન હબ જેતપુરના આઈ.ડી.માં વીડીયો અપલોડ કરવાનુ બંધ કરી દો અને ગ્રાહકોને છેતરવાનું બંધ કરો જેથી મે કહેલ કે, અ મો કોઇ ખોટા વીડીયો અપલોડ કરતા નથી તમે આવુ કયા આધારે કહો છો. એમ કહેતા આ ઉપરોક્ત મો.નં. વાળા એકદમ ઉશ્કેરાઇ જઈને મને જેમફાવે તેમ ભુંડી ગાળો આપવા લાગેલ અને મારી બાજુમાં મારા પત્નિ તૃષાલીબેન હોય જેને મારો ફોન લઈ આ ઉપરોક્ત નંબર વાળા સાથે વાત કરતા તેને પણ ભુંડી ગાળો આપી જણાવેલ કે, તુ તથા તારી સાથે વીડીયો બનાવતી ભાવીશા પટોળીયા બન્ને વીડીયો બનાવવાનુ બંધ કરી દેજો નહિતર તમે જ્યા રહો છો ત્યાથી ઉપાડી લઈશ. અને હવે પછી જો ખોટા વીડીયો બનાવ્યા છે. જો જાનથી મારી નાખીશ તેમ વાત કરતા મારા પત્નિ તૃષાલીબેન આ સામાવા ળાનુ નામ સરનામું પુછતા તેઓએ અશ્વીનભાઈ લાલજીભાઇ રૈયાણી રહે.રાજકોટ વાળા હોવાનુ જણાવેલ અને વધારેમા એમ જણાવેલ કે, તમારે જ્યા જવુ હોય ત્યાં જાવ અને પોલીસ ફરીયાદ કરવી હોય ત્યા કરી દો મને કોઇનો ડર નથી.
બાદ મે આ વાત મારી સાથે કામ કરતા વિશાલભાઇ પટોળીયાને કરેલ અને વિશાલભાઈએ આ અશ્વીનભાઇના મો.નં. ઉપર ફોન કરી વાત કરેલ કે, તમે મારી પત્નિ ભાવીશાબેન વિશે જે વાત રાજભાઈને કરતા હતા તે સાચી હોય તો એના પ્રુફ મ ને આપો જેથી આ અશ્વીનભાઈ વિશાલભાઇ સાથે પણ ભુંડી ગાળો બોલવાલાગેલ અને ઉધતાઈ ભર્યું વર્તન કરવા લાગેલ અને તમે ક્યા રહો છો પુછતા વિશાલભાઇએ સરદાર ચોક જેતપુર નુ જણાવતા આ અશ્વીનભાઇએ કહેલ કે, તમો ચારેએ જો એક પણ વીડીઓ અપલોડ કર્યો છે તો સરદાર ચોકથી ઉપાડી જાનથી મારી નાખીશ. તેવી અશ્વીનભા ઈ લાલજીભાઈ રૈયાણીએ ઉપર ફોન કરી વેપારી અને તેના પત્નિ તથા સાથી મિત્રો ભાવીશાબેન પટોળીયા તથા વિશાલભાઈ પટોળીયાને જેમફાવે તેમ ભુંડી ગાળો તથા જાનથી મારી નાખવાની ધમકી આપતો હોય પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
