વેરાવળની સ્પે. (પોક્સો) કોર્ટ ના બીજા એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્રારા ર0 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ તેમજ સરકારની યોજના મુજબ ભોગ બનનારી બંને બાળકીઓને રુા.4,00,000 દંડ સહાય ની રકમ ચુકવવા હુકમ કરવામાં આવેલ છે.
આ કેસની વિગતો આપતા ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળા એ જણાવેલ કે, આરોપી દિનેશ ઉર્ફે ટાંગો અમૃતલાલ ફુલ બારીયા ખારવા (ઘોઘલીયા) ઉ.વ.ર7, રહે.ધામળેજ બંદર ઠે. છાયર ચોક તા.સુત્રાપાડા વાળા એ ફરીયાદી ની દીકરી ઉં.વ.0પ વર્ષ વાળી તેમજ અન્ય ભોગબનનાર ને તા.09/03/ર0ર4 ના રોજ કામચેષ્ટા કરવાના હેતુથી ચોકલેટની લાલચ આપી અભદ્ર હરકતો કર્યા સંબંધે ગુનો નોંધાયેલ જે બનાવની તપાસ પોલીસ ઇન્સ્પેકટર પી.જે.બાંટવાએ હાથ ધરી આરોપી સામે ઈ.પી.કોડની કલમ 376 (એ), 376 (બી), 3પ4, 3પ4 (એ) (એક) (આઈ) તથા બાળકોને જાતીય રક્ષાણ આપવાના અધિનિયમ-ર01ર ની કલમ -4, 6, 8, 10, 1ર મુજબ નું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા આ કેસ અત્રેની સ્પે. (પોકસો) કોર્ટના જજ જે.જે.પંડયા ની કોર્ટમાં સ્પે. પોકસો થી આપવામાં આવેલ ત્યારબાદ આ કેસમાં જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ ડી. વાળા એ સમગ્ર કેસનુ પ્રોસીકયુશન ચલાવેલ તેઓએ આ કેસને સાબીત કરવા માટે ભોગબનનાર, ફરીયાદી, સાહેદોને બોલાવી મૌખિક જુબાની ઓ લીધેલી અને આ સાહેદોમાં ફરીયાદી અને અન્ય સાહેદો પોલીસ વિટનેસ પી.આઈ. પી.જે.બાંટવા નો સમાવેશ થતો હતો. આ જુબાની ઓ દરમ્યાન તેઓએ દસ્તાવેજી પુરાવો રજુ કરેલ હતા.
આ કેસમાં સરકાર તરફે કેતનસિંહ ડી.વાળા એ દલીલ કરતાં જણાવેલ કે, સમાજમાં નાની દિકરીઓ સલામત રહે તે માટે સરકાર એ સ્પે. પોકસો એકટની જોગવાઈ કરેલી છે અને બાળકી ઓએ જે જુબાની આપેલી છે તે જ માત્ર પુરતી છે તેમ છતાં અન્ય સાહદો ની જુબાની પણ બનાવને તેમજ ભોગ બનનારની જુબાની ને સમર્થન કરતી જુબાની આપેલી છે જેથી સમાજમાં બાળકીઓ સલામત રહે તે માટે આરોપી સંબંધમાં બાળકીઓ કાકા કહેતી હોવા છતા આવું કૃત્ય કરેલ હોય સખ્ત સજા કરવા જણાવેલ તે દલીલોને ધ્યાને લઈ સ્પે. (પોકસો) જજ શ્રી જે.જે.પંડયા બંને પક્ષને સજા માટે સાંભળેલ અને સજા કરવાના મુદ્દે સરકાર વકીલ એ જણાવેલ કે, જ્યારે આરોપી વિરૂૂધ્ધ ગુનો સાબિત થતા તે ગુન્હેગાર બની જાય છે અને વડી અદાલતના ચુકાદા મુજબ ગુન્હેગાર સાથે સખ્ત હાથે કામ લેવું જોઈએ અને તેવા સંજોગોમાં મહત્તમ સજા થવી જોઈએ તેવી રજુઆતને ધ્યાને લઈ સ્પે. (પોક્સો) કોર્ટ ના જજ જે.જે.પંડયા એ આરોપી દિનેશ ઉર્ફે ટાંગો અમૃતલાલ ફુલબારીયા ઉ.વ. ર7, રહે.ધામળેજ વાળા ને ઈ.પી.કોડની કલમ 376 (એ), 376 (બી) અન્વયે તથા બાળકોને જાતીય રક્ષાણ આપવાના અધિનિયમ-ર01ર ની કલમ સંબંધેના ગુન્હામાં તકસીરવાન ઠરાવી ર0 વર્ષની કેદની સજાનો હુકમ કરેલ છે તેમજ સરકારની યોજના મુજબ ભોગ બનનારી બંને બાળકીઓને રુા.4,00,000 દંડ સહાય ની રકમ ચુકવવા હુકમ કરેલ હોવાનું જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળા ની યાદીમાં જણાવેલ છે.
