પડધરીના ખજૂરડી ગામે ખેત મજૂર પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.1.70 લાખની ચોરી

પડધરીના ખજૂરડી ગામે રહેતા અને ખેત મજુરી કરતા પરિવારની ઓરડીમાં તસ્કરો ત્રાટક્યા હતા.ઓરડીમાં ખેત મજુરીના રાખેલા રૂૂ.20 હજાર રોકડા અને રેતીના ઢગલામાં છુપાવેલ દાગીના સહીત…

પડધરીના ખજૂરડી ગામે રહેતા અને ખેત મજુરી કરતા પરિવારની ઓરડીમાં તસ્કરો ત્રાટક્યા હતા.ઓરડીમાં ખેત મજુરીના રાખેલા રૂૂ.20 હજાર રોકડા અને રેતીના ઢગલામાં છુપાવેલ દાગીના સહીત રૂૂ.1.70 લાખની મતા ચોરી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મળતી વિગતો મુજબ મુળ ધાનપુરના પાવ ગામના વતની હાલ ખજુરડી-1 મનસુખભાઈ ગાંડુભાઈ તરાવીયાની વાડીએ રહી ખેત મજુરી કરતા મુકેશભાઈ નંગરીયાભાઈ સંગોળએ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા મુજબ ગઇ તા.20/02/2026 ના રાત્રીના આશરે દસેક વાગ્યે હુ તથા મારી પત્નિ લખમાબેન તથા મારી બન્ને દિકરીઓ સસી તથા કાજલ તથા મારો નાનો દિકરો નરેશ એમ બધા વાળુપાણી કરીને રાત્રીના સાડા દશેક વાગ્યે સુઇ ગયે લ જેમાં હુ તથા મારી પત્નિ લખમાબેન બન્ને અમારી ઓરડીની બહાર ખાટલામાં સુતા હતા અને મારા ત્રણેય બાળકો બ ન્ને દિકરીઓ તથા મારો દિકરો જે ત્રણેય હુ જે ઓરડીની બહાર સુતો હતી તે ઓરડીની બાજુમાં આવેલ ઓરડીમાં સુતા હતા અને રાત્રીના આશરે અઢીએક વાગ્યા આસપાસ હુ જાગેલ અને જોયેલ તો અમારી ઓરડીનો દરવાજો ખુલ્લો હતો જે થી મે જાગી જતા કોણ છે.

તેવી બુમ પાડતા અમુક અજાણ્યા ઇસમો મે ભાગતા જોતા મારા ખાટલે રહેલ ટોર્ચની લાઈટ કરીને જોયેલ અમુક અજાણ્યા માણસો મોઢે રુમાલ બાંધેલ હોય અને આ અજાણ્યા માણસો ભાગી ગયેલ હતા બાદ મે મારી ઓરડીમાં જોતા ઓરડીમાં નીચે કાચુ ભોયતળીયુ હોય જેમાં ત્યા પડેલ અમારી કોદાળી તથા કોંસ પડેલ હોય જેના વડે ઓરડીમાં ભોયતળીયે તથા રેતીના ઢગલામાં ખાંડા ખોદેલા હતા અને મારી ઓરડીનો બધો સામાન અસ્ત વ્યસ્ત હોય તેમ જ મારા છોકરા જે બાજુની ઓરડીમાં સુતા હતા ત્યા જોયેલ તો ત્યા પણ નિચે ભોયતળીયે ખાંડા ખોદેલ હતા પરંતુ તેઓની ઓડીમાં કશુ ચોરાયેલ ન હોય પરંતુ મારી ઓરડીમાં જઈને જોયેલ તો મારી ઓરડીની દિવાલે ટીંગાડેલ થેલામાં મે રાખેલ મારા રોકડ રૂૂ.20,000 જે થેલામાં જોવામાં આવેલ નહી તથા રૂૂમમાં ખુણામાં પડેલ રેતીનો ઢગલો પણ ખોદેલ હતો જેમા મે એક પ્લાસ્ટીકના ડબલામાં સંતાડીને દાગીના સહીત રૂૂ.1.70 લાખની મતા ચોરી થઇ હોય આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *