ધારી તાલુકાના એક ગામની સગીર વયની કિશોરીને ફોસલાવી અપહરણ કરી રાજકોટ અને દિવ ફરવા લઈ જવાનુ કહી હોટલમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
ધારી વિસ્તારમાં રહેતા ખેડૂતની 14 વર્ષ 8 માસની સગીર દીકરીને મૂળ સોમનાથ જિલ્લાના ગીરગઢડા ગામ અને હાલ રાજકોટ રહેતા રૂૂપસિંહ ભોજુભા ગોહીલે દિવ અને રાજકોટ ફરવા લઈ જવાની લાલચ આપી પોતાના સંપર્કમાં લીધી હતી. શખ્સને કિશોરી સગીર વયની હોવાની જાણ હોવા છતાં તેણે કાયદેસરના વાલીપણા માંથી માતા-પિતાની મંજૂરી વગર તેણીને ભોળવી સગીરાને રાજકોટ ખાતે એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેની સાથે એકથી વધુ વખત શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.
પરિવારે પોલીસનો સહારો લીધો છે. અને દીકરીના પિતાએ પોલીસમાં ફરિયાદ આપી છે. આ અંગે ધારી પોલીસે રૂૂપસિંહ ભોજુભા ગોહીલ (ઉ.વ.23) સામે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
