ધન્ય છે ડારી ગામના ખેડૂતોને, રોડ માટે સામેથી જ જમીન આપી દીધી

ખેત ઉત્પાદનને બજાર સુધી ઝડપથી પહોંચાડવા સેંકડો ખેડૂતો માટે આ નવો રોડ બનશે આર્શિવાદરૂપ: વેરાવળના ડારી ગામતળથી ‘ધારવાની પા’ તરીકે ઓળખાતા વિસ્તાર સુધી 1 કિ.મી.નો…

ખેત ઉત્પાદનને બજાર સુધી ઝડપથી પહોંચાડવા સેંકડો ખેડૂતો માટે આ નવો રોડ બનશે આર્શિવાદરૂપ: વેરાવળના ડારી ગામતળથી ‘ધારવાની પા’ તરીકે ઓળખાતા વિસ્તાર સુધી 1 કિ.મી.નો બનશે નવો ડામર રોડ

વેરાવળ તાલુકાના ડારી ગામ ખેડૂતો માટે વર્ષો જૂની રસ્તાની સમસ્યા નો સહિયારા પ્રયાસોથી ઉકેલ આવ્યો છે. ગામતળ થી “ધારવા ની પા” તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં જતો આશરે એક કિલોમીટર લાંબો રસ્તો દબાણને કારણે સાંકડો બની ગયો હતો. આનાથી 100 થી વધુ ખેડૂતોને ખેત પેદાશોના પરિવહનમાં મુશ્કેલી પડતી હતી.

આ સાંકડા રસ્તાને કારણે ખેડૂતોને ટ્રેક્ટર, ટેમ્પો કે અન્ય વાહનો દ્વારા પાક બહાર કાઢવામાં મુશ્કેલી થતી હતી. આનાથી સમય અને ખર્ચ બંને વધતા હતા. ઘણીવાર ઉત્પાદનને સમયસર બજાર સુધી પહોંચાડવામાં વિલંબ થતો, જે ખેડૂતોની આવકને સીધી અસર કરતો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે ગામના સરપંચ ફારૂૂકભાઇ આકાણી એ પહેલ કરી તેમણે સમસ્યાનો અભ્યાસ કરી ખેડૂતો સાથે બેઠક યોજી અને સરપંચે ખેડૂતોને સમજાવ્યું કે રસ્તો પહોળો બનાવવો એ સૌના હિતમાં છે અને સહકાર વિના તે શક્ય નથી. અગાઉ આ મુદ્દે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ હતી.

કલેક્ટરે રસ્તા પરના દબાણ દૂર કરવા ડિમોલેશન ના નિર્દેશ આપ્યા હતા. ડારી ગામ ખેડૂતો એ કોઈ બળજબરી વિના સ્વૈચ્છિક રીતે પોતાના દબાણ દૂર કરવાની તૈયારી દર્શાવી, જે એક અનોખું ઉદાહરણ બન્યું છે. ગામના ખેડૂતોએ માત્ર બાઉન્ડ્રી અને ઝાડી-ઝાંખરા જ દૂર કર્યા નથી પરંતુ કેટલાક ખેડૂતોએ પોતાની માલિકીની જમીન નો ભાગ પણ રસ્તો પહોળો બનાવવા માટે આપ્યો અને પરિણામે, વર્ષોથી સાંકડો રહેલા રસ્તો હવે ખુલ્લો અને સુગમ બન્યો છે.

પાકને ખેતર થી બજાર સુધી પહોંચાડવો હવે સરળ બન્યો છે, જેનાથી ખેડૂતોને સમય અને ખર્ચ બંનેમાં બચત થશે અને ગામના વિકાસ માટે સહિયારા પ્રયાસો કેટલી મોટી અસર કરી શકે છે તેનો આ જીવંત દાખલો છે. ખેડૂતો તેમજ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરી તેમના ગામના હિત માટે આવા સહયોગી અભિગમને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. ડારી ગામની આ ઘટના અન્ય ગામો માટે પણ પ્રેરણારૂૂપ બની છે, જ્યાં સહકાર અને સમજણથી વર્ષોથી લટકતા પ્રશ્નોનો સરળતાથી ઉકેલ લાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *